ગુજરાત

gujarat

ETV Bharat / state

ધરમપુરના લાકડમાળમાં પરમિટ વગર બાયોડીઝલ બનાવતા બે આરોપીની SOG પોલીસે ધરપકડ કરી - crime news

સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા ધરમપુર નજીકથી નાની વહિયાળ ફાટક પાસે બેજ ઓઈલમાંથી બાયોડીઝલ બનાવવાનું આધાર પૂરાવવા વિનાનું ચાલતું રેકેટ ઝડપી લીધું અને બે શખ્સોની ધરપડક કરી છે.

ધરમપુરના લાકડમાળમાં પરમિટ વગર બાયોડીઝલ બનાવતા બે આરોપીની SOG પોલીસે ધરપકડ કરી
ધરમપુરના લાકડમાળમાં પરમિટ વગર બાયોડીઝલ બનાવતા બે આરોપીની SOG પોલીસે ધરપકડ કરી

By

Published : May 27, 2021, 6:10 PM IST

  • SOGએ કાકડકુવા નજીક વગર પાસ પરમિટે બાયોડીઝલ ભરી જતું ટેન્કર ઝડપી લીધું
  • બેજ ઓઈલ અને વિવિધ કેમિકલનો ઉપયોગ કરી બાયો ડીઝલ બનાવી અન્ય રાજ્યમાં વેચાણ કરતા હતા
  • બાયોડીઝલ કોઈપણ પ્રકારની પરવાનગી વિના બનાવવામાં આવતું હતુ

વલસાડઃધરમપુરમાં પેટ્રોલીંગ દરમિયાન SOG વલસાડ પોલીસે મળેલી બાતમીના આધારે કાકડકુવા પાસેથી આવી રહેલા બાતમી મુજબના બિલ વિનાના બાયોડીઝલ ભરેલા ટેન્કરને પકડી પાડ્યું હતું. પોલીસે બાયોડીઝલના બિલ તેમજ આધાર પૂરાવા માંગતા પકડાયેલા જામનગર જિલ્લાના ટેન્કર ચાલક મોહન મગનભાઈ પરમારે નહીં હોવાનું જણાવ્યું હતું. ટેન્કર ચાલક સાથે લાકડમાળ નાની વહિયાળ ફાટક પાસે ગયેલી પોલીસને ત્યાં હાજર મૂળ અમરેલી જિલ્લાના કિશન હરજીભાઈ શેલડિયાએ આ ફિલ્ટર મશીનમાં બેજ ઓઇલનું ફિલ્ટર કરી બાયોડીઝલ બનાવવામાં આવે છે તેમ જણાવ્યું હતું.

SOGએ કાકડકુવા નજીક વગર પાસ પરમિટે બાયોડીઝલ ભરી જતું ટેન્કર ઝડપી લીધું

આ પણ વાંચોઃ બાયો ડીઝલના ગેરકાયદે વેચાણના વિરોધમાં અરવલ્લી પેટ્રોલીયમ એસોસિયેશન ડીઝલની ખરીદી બંધ કરશે

કોઇપણ પૂરાવા વિના ચાલતો હતો કારોબાર

કોઈપણ પ્રકારના આધાર પૂરાવા વિના લાકડમાળ ગામે કારોબાર ચાલતો હતો. પતરાના શેડમાં બાયો ડીઝલ બનાવવાના કારોબારને પોલીસે તેની પાસે બાયોડીઝલ બનાવવા અંગે આધાર પૂરાવા તથા ગ્રામ પંચાયત અથવા અન્ય કોઈ સત્તાધિકારીના પાસ પરમિટ માગ્યા હતા પરંતુ નહીં હોવાનું જણાવ્યું હતું. જેથી SOG પોલીસે રૂપિયા 10 લાખની કિંમતના ટેન્કર સહિત સ્થળ પરથી બાયોડીઝલ બનાવવાના મળી આવેલા આધાર પૂરાવો, બિલ વગરના 37,22,885 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને પકડાયેલા બન્ને શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બે આરોપીની SOG પોલીસે ધરપકડ

પોલીસે બે આરોપીની ધરપકડ કરી, અન્ય બે આરોપીને વોન્ટેડ જાહેર કરાયા

ધરમપુર નજીકમાં આવેલા લકડમાળ ગામે પતરાના શેડમાં બેઝ ઓઈલને ફિલ્ટર કરીને બાયો ડીઝલ બનાવવાની કામગીરી ચાલી રહી હતી. જે દરમિયાન પોલીસ સ્થળ ઉપર પહોંચતા બે આરોપી મોહન મગનભાઈ પરમાર રહેવાસી મૂંગણી, જામનગર અને કિશનકુમાર હરજીભાઈ શેલડીયા રહેવાસી લાકડમાળ મૂળ આમરેલી જયારે બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. જેમાં ગુંજન જીતુ ભેંસાણીયા અને ઇમરાન મેમણને વોન્ટેડ જાહેર કર્યા છે.

બેજ ઓઈલ અને વિવિધ કેમિકલનો ઉપયોગ કરી બાયો ડીઝલ બનાવી અન્ય રાજ્યમાં વેચાણ કરતા હતા

આ પણ વાંચોઃ સુરત જિલ્લામાં ધમધમતા ગેરકાયદે બાયો ડિઝલ પંપથી સરકારને લાગી રહ્યો છે કરોડોનો ચૂનો

પોલીસે સ્થળ તપાસ કરતા કેટલોક મુદ્દામાલ જપ્ત કર્યો

પોલીસે સ્થળ ઉપરથી જ્વલનશીલ પ્રવાહી તથા એસીડીકપ્રવાહી કુલ 31,831 લીટર જેની કીમત રૂપિયા11,22,635 જયારે ક્રીમ કલરનો કેમિકલ પાવડર 175 કિલો જેની કીમત રૂપિયા 5,250, ટેન્કર જેની કિંમત 10 લાખ રૂપિયા, અલગ અલગ પ્રકારના ફિલ્ટર તથા હિટીંગ મશીન નંગ-5 કીંમત રૂપિયા 10,50,000, લોખંડના ટાંકા નંગ-3 કિંમત રૂપિયા 3 લાખ, જનરેટર મશીન તથા ઇલેક્ટ્રિક મોટર નંગ 4 કીમત 2,25,000, મોબાઈલ નંગ-2 કીમત રૂપિયા 10 હજાર મળી કુલ રૂપિયા 37,22,885 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આમ ધરમપુર નજીકમાં આવેલા એક નાનકડા ગામમાં બેઝ ઓઈલમાંથી પાસ પરવાનગી વિના બાયોડીઝલ બનાવી વેચવાના કૌભાંડનો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે પર્દાફાશ કર્યો છે.

ધરમપુરના લાકડમાળમાં પરમિટ વગર બાયોડીઝલ બનાવતા બે આરોપીની SOG પોલીસે ધરપકડ કરી

ABOUT THE AUTHOR

...view details