ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીના ગ્રામ્ય વિસ્તારમાં અઢી દિવસ શ્રીજીની સ્થાપના બાદ વિસર્જન કરાયું

વાપી: ગણેશોત્સવના અઢી દિવસના આયોજન બાદ વાપી નજીક આવેલ કોપરલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગણેશ આયોજકોએ બુધવારે ભક્તિભાવપૂર્વક શ્રીજીની આરતી ઉતારી, પરંપરાગત રાસ ગરબા રમી, રાતા ખાડીમાં પ્રતિમાનું વિસર્જન કર્યું હતું.

વાપીનાં ગ્રામ્યવિસ્તારમાં અઢી દિવસનાં શ્રીજીની સ્થાપનાં બાદ શ્રીજીનું વિસર્જન

By

Published : Sep 6, 2019, 2:27 PM IST

ગ્રામ્ય વિસ્તારોમાં અઢી દિવસની શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરી બુધવારે રાતા ખાડીમાં રાસ-ગરબાની રમઝટ સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું. વિસર્જન દરમિયાન ભાવિક ભક્તોએ ઢોલ નગારાના તાલે ગરબે ઘુમતા ઘૂમતા બાપાની વિસર્જનયાત્રા કાઢી હતી.

આ પ્રસંગે કોપરાલીના વિલાસ પટેલે જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 3 વર્ષથી પોતાના ઘરે શ્રીજીની સ્થાપના કરે છે. અઢી દિવસે તેનું વાજતેગાજતે વિસર્જન કરે છે. બાપાની કૃપાથી છેલ્લા ત્રણ વર્ષથી તેમને નોકરી ધંધામાં અને આરોગ્યમાં ખુબ જ શાંતિ મળી હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

વાપીનાં ગ્રામ્યવિસ્તારમાં અઢી દિવસનાં શ્રીજીની સ્થાપનાં બાદ શ્રીજીનું વિસર્જન

શ્રીજીની સ્થાપના દરમિયાન સત્યનારાયણની કથા અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે. દરરોજ રાત્રે ભજન-કિર્તન અને રાસ ગરબાનાં આયોજન પણ ખૂબ જ શ્રદ્ધા સાથે કરવામાં આવે છે અને બાપા દરેક મનોકામના પૂર્ણ કરે છે. વધુમાં બકુલાબેન પટેલે જણાવ્યું હતું કે, ગામમાં ગણેશ મહોત્સવ દરમિયાન 15 દિવસ પહેલાંથી જ તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. ઉત્સવ દરમિયાન આરતી કરી, ભજન-કીર્તન કરી, મહાપ્રસાદ ગ્રહણ કરીએ છીએ, બાપા સદા અમારી સાથે રહે છે. એવી પ્રતીતિ અમે આખું વર્ષ કરતા હોઈએ છીએ. બસ શ્રીજી પાસે એક જ પ્રાર્થના છે કે, આ જ રીતે જીવનની છેલ્લી ઘડી સુધી ભજન કીર્તન કરતા રહીએ.

ABOUT THE AUTHOR

...view details