- વલસાડમાં શી ટીમની સરાહનીય કામગીરી
- રસ્તો ભૂલેલી મરાઠી યુવતીને હેમખેમ પહોંચાડી કાકાના ઘરે
- મૂળ મહારાષ્ટ્રની યુવતી પાસે મોબાઈલ ન હોવાથી વલસાડમાં અટવાઈ
- શી ટીમે યુવતીને તમામ માહિતી પૂછી કરી મદદ
વલસાડઃ ધરમપુર ચોકડી પર રાતે દિશાવિહીન બનેલી મરાઠી યુવતી રસ્તા પર કેટલાક લોકોને કંઈક પૂછી રહી હતી, પરંતુ યુવતી ગુજરાતી જાણતી ન હોવાથી તે કંઈ સમજી શકતી ન હતી. જોકે પોલીસની શી ટીમને આ યુવતી અંગે માહિતી મળતા શી ટીમ યુવતી પાસે પહોંચી હતી. ત્યારે પોલીસે યુવતીનું નામ પૂછતા સલમા ઉર્ફે સહેનાઝ અકબરઅલી શાહ (ઉં.વ. 20 રહે, પાલઘર, મહારાષ્ટ્ર) હોવાનું જાણવા મળ્યું હતું. અને તે મજૂરી કામ કરે છે. અહીં તે ચિખલી તેના બહેનના ઘરે જઈ રહી હોવાનું જણાવ્યું હતું. અહીં પહોંચી ત્યારે તેની પાસે માત્ર રૂ. 50 જ હતા અને મોબાઈલ પણ ન હતો. તેને ક્યાં જવું, શું કરવું કંઈ સમજ પડતી ન હતી. જોકે, શી ટીમે તેની સાથે મરાઠીમાં વાત કરતા તેણે જણાવ્યું હતું કે, તેના કાકા અનવર ફકીર મહમ્મદ શેખ ધરમપુરમાં રહે છે. આથી પોલીસે યુવતીને તેના કાકાના ઘર સુધી પહોંચવામાં મદદ કરી હતી.