ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી

વલસાડ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ શુક્રવારે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની વરણી કરવામાં આવી હતી, જેમાં સામાન્ય મહિલા બેઠક પર અલકા શાહને પ્રમુખ તો મનહર પટેલને ઉપપ્રમુખ બનાવાયા છે. જિલ્લા પંચાયત ખાતે આવેલા મોરારજી દેસાઈ હોલમાં શુક્રવારે જિલ્લા કલેક્ટરની હાજરીમાં બંને હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. ભાજપના જિલ્લા પ્રમુખ હેમંત કંસારા અને અનેક કાર્યકરોએ નવા પ્રમુખને શુભેચ્છાઓ આપી હતી.

વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી
વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી

By

Published : Mar 19, 2021, 6:33 PM IST

  • વલસાડ જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે અલકા શાહની વરણી કરાઈ
  • વલસાડ જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે મનહર પટેલની વરણી કરાઈ
  • ભાજપના કાર્યકર્તાઓએ તમામ નવા હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી

આ પણ વાંચોઃનવસારી- વિજલપોર નગરપાલિકાના પ્રમુખ પદે જીગીશ શાહની વરણી

વલસાડઃ વલસાડ જિલ્લા પંચાયતની સામાન્ય મહિલા બેઠક માટે આજે જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે ઉમરગામના ફણસા જિલ્લા પંચાયત બેઠક ઉપરથી ચૂંટાઈ આવેલા અલકા શાહની વરણી કરવામાં આવી હતી. જ્યારે જિલ્લા પંચાયત ઉપર પ્રમુખ તરીકે મનહર પટેલ કે જેઓ વાંકલ જિલ્લા પંચાયત બેઠક ઉપરથી ચૂંટાઈને આવ્યા હતા. તેમની વરણી કરવામાં આવી હતી. આ બન્નેને આજે વિધિવત તે જિલ્લા પંચાયત કચેરી પટાંગણમાં આવેલા મોરારજી દેસાઈના પ્રતિમાને ખાદીની આંટી પહેરાવી આશિર્વચન લઈને વિધિવત પોતાનો ચાર્જ લીધો હતો.

જિલ્લા કલેક્ટરની હાજરીમાં બંને હોદ્દેદારોની વરણી કરવામાં આવી

આ પણ વાંચોઃપાટણ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ ઉપપ્રમુખની કરાઈ વરણી

જિલ્લા પંચાયત પ્રમુખ સહિત અનેક જિલ્લાના કાર્યકરોએ નવા હોદ્દેદારોને શુભેચ્છા આપી

જિલ્લા પંચાયત પ્રમુખ હેમંત કંસારા, સાંસદ ડો. કે. સી. પટેલ સહિત અનેક ભાજપના કાર્યકરો દ્વારા નવા વરાયેલા પ્રમુખને પુષ્પ આપીને શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે સાથે આગામી દિવસમાં અનેક વિકાસના કામો કરવા માટે પણ નવા પ્રમુખે ખાતરી આપી હતી.

વલસાડ જિલ્લાની 6 તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ

વલસાડ તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે કમલેશસિંહ જિતુસિંહ ઠાકોર અને ઉપપ્રમુખ તરીકે સ્નેહલકુમાર પટેલની નિમણુક કરાઈ છે. જ્યારે પારડી તાલુકા પંચાયતમાં મિત્તલ પટેલને પ્રમુખ તો તારૂ પટેલને ઉપપ્રમુખ બનાવાયા છે. વાપી તાલુકા પંચાયતમાં વાસંતી પટેલને પ્રમુખ અને રજનીકાંત પટેલને ઉપપ્રમુખ બનાવાયા છે. ઉમરગામ તાલુકા પંચાયતમાં રમેશ ઢાંગડાંને પ્રમુખ તો પ્રતિમા પટેલને ઉપપ્રમુખ બનાવાયા છે. ધરમપુર તાલુકા પંચાયતમાં રમીલા ગાવિતને પ્રમુખ અને ધર્મા બારિયાને ઉપપ્રમુખ બનાવાયા છે. કપરાડા તાલુકા પંચાયતમાં મોહન ગરેલને પ્રમુખ તો ગોપાલ ગાયકવાડને ઉપપ્રમુખ તરીકે વરણી કરાઈ છે. ઉમરગામ નગરપાલિકામાં ચારુશિલા પટેલને પ્રમુખ અને ગણેશ બારીને ઉપપ્રમુખ બનાવાયા છે.

ABOUT THE AUTHOR

...view details