ગુજરાત

gujarat

ETV Bharat / state

શેરડીના કુચાનો ઉપયોગ કરી વિધાર્થીઓએ બનાવી ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ - students of umarmal primary school

વલસાડના ધરમપુરમાં વિધાર્થીઓએ વિજ્ઞાન પ્રદર્શનમાં (Science Exhibition in Dharampur) શેરડીના કુચામાંથી વિવિધ પ્રોડક્ટ બનાવી છે. જે પર્યાવરણ માટે અનુકુળ અને લોકો માટે ઉપયોગી બની શકે તેવી ચીજો (umarmal primary school students) બનાવી છે. તેમજ આ પ્રકારે ડી કમ્પોઝએપલ પ્રોડક્ટ બનાવવામાં આવે તો સ્થાનિક લોકોને રોજગારીની તક મળી શકે તેમ છે. (sugarcane husk made Eco friendly product)

શેરડીના કુંચાનો ઉપયોગ કરી વિધાર્થીઓએ બનાવી ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ
શેરડીના કુંચાનો ઉપયોગ કરી વિધાર્થીઓએ બનાવી ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ

By

Published : Dec 15, 2022, 7:31 PM IST

Updated : Dec 15, 2022, 9:26 PM IST

શેરડીના કુંચાનો ઉપયોગ કરી વિધાર્થીઓએ ઉપયોગી બની શકે તેવી વસ્તુઓ બનાવી

વલસાડ : ગ્લોબલ વોર્મિંગ અને કલાઇમેટ ચેઈન્જ જેવી પરિસ્થિતિ સામે સમગ્ર વિશ્વ લડી રહ્યું છે. જેને લઈને પર્યાવરણને અનુકૂળ હોય એવી ચીજોની માંગ વધી છે, ત્યારે વલસાડના ધરમપુરમાં શેરડીના વેસ્ટમાંથી બાયોડિગ્રેડેબલ પ્રોડક્ટ બનાવી છે અને એ પણ પ્રાથમિક સ્કુલમાં અભ્યાસ કરતા વિધાર્થીઓએ. ધરમપુર ખાતે બે દિવસીય યોજાયેલા તાલુકા કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં આ કૃતિ રજુ કરવામાં આવી હતી. જેમાં શેરડીના રસ (sugarcane husks products made) કાઢી લીધા બાદ ફેંકી દેવામાં આવતા કુંચામાંથી વિવિધ પ્રોડક્ટ જે પર્યાવરણ માટે અનુકૂળ અને લોકો માટે ઉપયોગી બની શકે તેવી ચીજો બનાવી છે. (sugarcane husk made Eco friendly product)

શેરડીના વેસ્ટમાં સ્ટાર્ચ ઉમેરીને પ્રોસેસ કર્યા બાદ પ્રોડક્ટશેરડીના કૂચાને બારીક ઝીણા કરી તેમાં સ્ટાર્ચ ઉમેરી અને કોર્ન ફ્લોર પાણીનો ઉપયોગ કર્યા બાદ મિશ્રણને અનેક આકાર આપીને સુકવીને ડીશ રમકડા કે અન્ય ચીજો બનાવી શકાય છે. જે પર્યાવરણ માટે ઉપયોગી છે. સામાન્ય રીતે મનુષ્ય હાલમાં પ્લાસ્ટિકનો ઉપયોગ વધુ કરતો થયો છે. પ્લાસ્ટિક વર્ષો સુધી જમીનમાં દબાયેલું હોય તો પણ તે ડી કમ્પોઝ થતું નથી, ત્યારે શેરડીના કુચામાંથી બનેલી ચીજો જમીનમાં આશાની પૂર્વક ડી કમ્પોઝ થઇ જાય છે. (science exhibition in Dharampur)

આ પણ વાંચોજાણો કેમ ઘટી રહી છે જમીનની ફળદ્રુપતા

ગ્રામણી કક્ષાએ રોજગારીની તકો ઉપલબ્ધ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં રજુ કરવામાં આવેલી આ કૃતિ ધ્યાન (Science Exhibition at Umarmal School) આકર્ષક છે. ધરમપુર અને તેની આસપાસના વિસ્તારમાં અનેક ખેડૂતો શેરડીનો પાક કરે છે, ત્યારે જો શેરડીના કુચામાંથી આ પ્રકારે ડી કમ્પોઝએપલ પ્રોડક્ટ બનાવવામાં આવે તો સ્થાનિક લોકોને રોજગારીની તક પણ મળી શકે સાથે જ પર્યાવરણ માટે આનુરૂપ કામગીરી પણ થઇ શકે છે. (Dharampur sugarcane husks products)

આ પણ વાંચોશેરડી પહોંચાડવા માટે ખેડૂતોને આવો આઈડિયા જોઈ સૌ કોઈ ચોંક્યા

ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટની વિશ્વના દેશોમાં માંગસમગ્ર વિશ્વમાં જ્યાં પર્યાવરણ માટે જાગૃતિ છે, ત્યારે ઇક્કો ફ્રેન્ડલી (umarmal primary school students) પ્રોડક્ટની દરેક દેશોમાં સૌથી વધુ માંગ ઉઠી છે અને જો ધરમપુર ખાતે આ પ્રોડક્ટ તૈયાર કરી વિશ્વના ખૂણે ખૂણે મોકલાય તો ધરમપુરના સ્થાનિક આદિવાસી સમાજ અને ખેડૂતોને તેનો આર્થિક લાભ પણ મળી રહે એમ છે. વળી રોજગારીની તકો ઉભી થાય એમ પણ છે. આમ, ઉમરમાળ પ્રાથમિક શાળાના વિધાર્થીઓએ વૈશ્વિક પ્રશ્ન સામે એક નાનકડો પ્રયાસ કરી પર્યાવરણને મદદરૂપ થવામાં પોતાનો સહયોગ આપ્યો છે અને પોતાની પ્રતિભા દર્શાવીને અનેકનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. (Biodegradable product from sugarcane waste)

Last Updated : Dec 15, 2022, 9:26 PM IST

ABOUT THE AUTHOR

...view details