ગુજરાત

gujarat

ETV Bharat / state

વાઈબ્રન્ટ ગુજરાતની વરવી વાસ્તવિકતા છતી કરે છે વલસાડની આ શાળા!

વલસાડઃ વાઈબ્રન્ટ ગુજરાતની વરવી વાસ્તવિકતાની સાબિતિ વલસાડના કોપરલીની પ્રાથમિક શાળા આપી રહી છે. શાળામાં પાંચ ઓરડા હોવા છતાં પતરાના શેડ નીચે ચાલી રહી છે આ શાળા. જો ગ્રામપંચાયતની મદદ ન મળી હોત તો આ પતરાંનો શેડ પણ પ્રાપ્ત ન થયો હોત. શિક્ષણવિભાગ દ્વારા શાળાના 65 વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમાઈ રહી છે. તંત્રના આ વલણના કારણે લોકોમાં રોષ ફેલાયો છે.

વાઈબ્રન્ટ ગુજરાતની વરવી વાસ્તવિકતા છતી કરે છે વલસાડની આ શાળા!

By

Published : Jul 12, 2019, 1:35 PM IST

વલસાડ જિલ્લાના કોપરલી ગામે ઝેરી કુંડી ફળિયામાં આવેલી એક થી પાંચ ધોરણની સ્કૂલમાં કુલ ૬૫ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. 2016માં સ્કૂલના બનેલા પાંચ જેટલા ઓરડામાં જર્જરિત બન્યા છે. આ બિસ્માર ઓરડા નીચે બેસવુ એટલે માનો કે મોતને આમંત્રણ આપવુ. કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે વિદ્યાર્થીઓને ક્યાં બેસાડવા એ વિકટ પ્રશ્ન બની ગયો હતો. શિયાળો અને ઉનાળા તો સ્કુલના કમ્પાઉન્ડમાં મંડપ ઉભો કરીને તેની નીચે શાળા ચલાવી કાઢી નંખાયો. પરંતુ ચોમાસામાં શું કરવુ તે અંગે શિક્ષકો મુંઝવણાં મુકાયા છે. ઉકેલરુપે ગામમાં સત્સંગ માટે બનાવેલા પતરાના શેડમાં બાળકોને ખસેડવા માટે તજવીજ હાથ ધરાઈ. પરંતુ તે જગ્યા બાળકોની સંખ્યાની સરખામણીમાં નાની હોવાથી તે વિચાર પડતો મુકાયો.

વાઈબ્રન્ટ ગુજરાતની વરવી વાસ્તવિકતા છતી કરે છે વલસાડની આ શાળા!

આ મુશ્કેલીઓ વચ્ચે કોપરલી ગામના સરપંચ મદદ માટે આગળ આવ્યા. ગ્રામ પંચાયતનાં સહયોગથી સ્કૂલના કમ્પાઉન્ડમાં સિમેન્ટના પતરાનો એક શેડ ઉભો કરવામાં આવ્યો છે. હાલ તેની કામગીરી ચાલી રહી છે. જેની નીચે બેસીને બાળકો અભ્યાસ કરે છે. આ સાથે નજીકમાં આવેલી એક આંગણવાડીનું મકાન છે ત્યાં એક વર્ગના બાળ બેસીને અભ્યાસ કરી રહ્યા છે. તંત્રની બેદરકારીના કારણે ભણતર માટે શાળાના બાળકોને ભટકવુ પડે છે. આવા સંજોગોમાં બાળકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની ફરજ જિલ્લા પંચાયત પ્રાથમિક શિક્ષણ વિભાગની છે. છતાં પણ એક પણ અધિકારી કે કર્મચારી અહીં જોવા સુધ્ધાં આવ્યા નથી. જેના કારણે આ બાળકો શાળાના ઓરડા હોવા છતાં પતરાનાં શેડ નીચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.

નોંધનીય છે કે, આ સમસ્યા અંગે મુખ્ય શિક્ષક દ્વારા જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગમાં તેમજ જે તે કચેરીમાં ઉચ્ચ સ્તરે અનેક લેખિત અને મૌખિક રજૂઆત કરાઈ છે. છતાં ત્રણ વર્ષથી તેમની આ સમસ્યા ઠેરની ઠેર છે.

ABOUT THE AUTHOR

...view details