ગુજરાત

gujarat

ETV Bharat / state

હાફૂસ અને કેસર પહેલા રત્નાગીરી કેરી આવી માર્કેટમાં, અત્યારે તો અમીરો સ્વાદ માણશે... - Gujarat news

વલસાડ જિલ્લો હાફૂસ અને કેસર સહિતની કેરી માટે સમગ્ર દેશમાં જાણીતો છે. જિલ્લાની આંબાવાડીઓમાં હજુ ભલે હાફૂસ કે કેસર કેરી તૈયાર થઈ ના હોય. પરંતુ રત્નાગીરી અને દેવગઢ કેરીના વેપારીઓએ અત્યારથી વાપી નજીક હાઇવે પર 150 જેટલા સ્ટોલ ઉભા કરી કેરીનું વેંચાણ શરૂ કરી દીધું છે. ઝારખંડના આ કેરીના વેપારીઓ અહીં રત્નાગીરી, દેવગઢ કેરીનું 1200 રૂપિયા ડઝનના ભાવે વેંચાણ કરી રહ્યા છે.

vapi high way
vapi high way

By

Published : Mar 16, 2020, 1:46 AM IST

Updated : Mar 16, 2020, 2:10 AM IST

વલસાડઃ વાપી નજીક કરમબેલી અને વલવાડા ગામ ખાતે મુંબઇ અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર હાલ ફળોનો રાજા કહેવાતા કેરીના 150 જેટલા વેપારીઓએ ડેરા તમ્બુ તાણી દીધા છે. સ્થાનિક જમીન માલિકોની અને હાઇવે ઓથોરિટીની જમીન પર ઉભા કરેલા આ સ્ટોલમાં હાલ ઝારખંડના વેપારીઓ દ્વારા રત્નાગીરી, દેવગઢ, પાયરી, કેસર, લાલબાગ, તોતાપુરી સહિતની કેરીનું વેંચાણ કરે છે. જો કે હાલમાં આ કેરીનો ભાવ અમીરોને પરવડે તેવો છે. જેથી કેરીના રસિયાઓ કેરી ખરીદવા જરૂર આવે છે. પરંતુ ભાવ સાંભળી કેરીનો સ્વાદ માણવાનું મુલતવી રાખી દે છે. તો કેટલાક સ્વાદ રસિયાઓ ભાવતાલ કરીને પણ કેરીની ખરીદી કરે છે.

હાફૂસ અને કેસર પહેલા રત્નાગીરી કેરી આવી માર્કેટમાં, અત્યારે તો અમીરો સ્વાદ માણશે...
વલવાડા ખાતે કેરીના વેંચાણ અર્થે ડેરા તમ્બુ તાણી કેરીનું વેંચાણ કરતા ઝારખંડના વેપારીઓએ જણાવ્યું હતું કે, વલસાડી હાફૂસ અને કેસર પહેલા રત્નાગીરી અને દેવગઢની કેરી માર્કેટમાં આવી જાય છે. જેથી ટ્રક દ્વારા આ કેરી અહીં મંગાવી તેનું વેંચાણ કરે છે. હાલમાં રત્નાગીરી 1 ડઝનનો ભાવ 1150 રૂપિયા, જ્યારે દેવગઢ હાફૂસ કેરીનો ભાવ 1200 રૂપિયા ડઝનના હિસાબે બોલાય છે. કેરીના વેપારીઓનું કહેવું છે કે, તેઓ દર વર્ષે અહીં ચોમાસા સુધી કેરીનું વેંચાણ કરે છે. શરૂઆતમાં રત્નાગીરી અને દેવગઢની કેરીનું વેંચાણ કર્યા બાદ જેવી વલસાડની કેસર અને હાફૂસ બજારમાં આવે એટલે સ્થાનિક કેરી માર્કેટમાંથી તેની ખરીદી કરી અહીં વેંચાણ કરે છે. ઘરાકી પણ સારી મળે છે. જેમાં મોટેભાગે આ હાઇવેનો વેપાર છે. એટલે હાઇવે પર પસાર થતા ગુજરાત, મહારાષ્ટ્ર, યુપીના લોકો વાહનો થોભાવી ખરીદી કરે છે. જેમાં ગુજરાત દમણના લોકો વધુ આવે છે.કરમબેલી, વલવાડા નજીક મુંબઇ-અમદાવાદ હાઈવેની સમાંતર આ કેરીના વેપારીઓ કેરીના હંગામી સ્ટોલ ઉભા કરે છે. જેને કારણે હાઇવે પર જમીન ધરાવતા ખેડૂતો, જમીન માલિકોને પણ ભાડાની વધારાની આવક ઉભી થઇ રહી છે.
Last Updated : Mar 16, 2020, 2:10 AM IST

ABOUT THE AUTHOR

...view details