- સ્પર્ધાત્મક પરીક્ષા આપનારા યુવાનો માટે વાંચન કુટીરમાં સાહિત્ય ઉપલબ્ધ બનશે
- હિન્દી ગુજરાતી મરાઠી અને અંગ્રેજી માધ્યમના 2000થી વધુ પુસ્તકો વાંચન કુટીરમાં મૂકવામાં આવ્યા
- બાળ સાહિત્યને લગતાં પુસ્તકો પણ આ વાંચન કુટીરમાં ઉપલબ્ધ
- રેમ્બો વોરિયર્સ દ્વારા રકતદાન શિબિરનું આયોજન કરાયું
- ધરમપુર થી 20 કિલોમીટર દૂર આવેલા આવધા ગામે વાંચન કુટીર ખુલ્લી મુકાય
વલસાડઃ ધરમપુર તાલુકાના અંતરિયાળ ગામ એવા આવધા ખાતે કે, જ્યાં ગામની આસપાસના યુવાનો જે સરકારી નોકરી મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા હોય છે. આવા યુવાનો માટે સ્પર્ધાત્મક પરીક્ષાનું વાંચન સાહિત્ય ગામમાં જ મળી રહે તેવા હેતુથી સાકાર જીવન વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ આવધા ગ્રામ પંચાયત રેમ્બો વાયરસ અને ઉમિયા સોશિયલ ટ્રસ્ટ વલસાડના સૌજન્યથી 2 હજાર પુસ્તકો સાથે વાંચન કુટીર આજે ખુલ્લી મુકવામાં આવી હતી. તો આ સાથે સાથે રક્તદાન શિબિર તેમજ વ્યક્તિ વિશેષ સન્માન કાર્યક્રમ પણ યોજાયો હતો.
સાકાર વાંચન કુટીરનું લોકાર્પણ
સાકાર જીવન વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી રેમ્બો વોરિયર્સ ઉમિયા social trust વલસાડ અને ગ્રામ પંચાયત આવધા અને પ્રાથમિક શાળા આવધાના સહયોગથી ગ્રામ પંચાયત હોલની પર બનાવવામાં આવેલા સાકાર વાંચન કુટીરનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તો સાથે સાથે વિવિધ ત્રણ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં ગામમાં વ્યક્તિ વિશેષ સન્માન કાર્યક્રમ તેમજ રક્તદા શિબિર પણ યોજાઇ હતો. જેથી કરીને જરૂરિયાતમંદ લોકો સમયસર જરૂરીયાત પરી કરી શકે.
સ્પર્ધાત્મક પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે વાંચન સાહિત્ય અહીં મુકવાનો મુખ્ય હેતુ
સરકારી વિભાગની આવતી તમામ પ્રકારની પરીક્ષાઓ આપનારા યુવાનો માટે સમય બચાવવાના હેતુથી તેમ જ ગામની અંદર જ તેમને તમામ પ્રકારનું સ્પર્ધાત્મક પરીક્ષાનું સાહિત્ય મળી રહે એવા હેતુથી આજે આકાર વાંચન કુટિર ખુલ્લી મુકવામાં આવી છે. અહીં આગળ 2 હજારથી વધુ પુસ્તકો મૂકવામાં આવ્યા છે.