વલસાડ જિલ્લામાં આગામી લોકસભાની ચૂંટણીને ધ્યામાં લઇ બુધ કક્ષાના કાર્યકર્તાઓમાં ઉત્સાહ પૂરવા માટે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં આવેલા ભારતીય જનતા પાર્ટીના પ્રભારી માથુરે સમીક્ષા બેઠક પૂર્ણ થયા બાદ ચર્ચા કરતા કહ્યું કે, શું હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાશે અને જો જોડાશે તો ભારતીય જનતા પાર્ટીને કેટલું નુકસાન થશે. તેમણે વધુમાં કહ્યું કે, લોકશાહીમાં સ્વતંત્રતાએ દરેકનો અધિકાર છે અને જો તેઓ ડૂબતી નૈયામાં જોડાવા ઈચ્છતા હોય કે અન્ય પક્ષમાં ભારતીય જનતા પાર્ટી પોતાના સિદ્ધાંતો અને કાર્યકર્તાઓને લઈને આગળ ચાલે છે.
ડૂબતી નૈયામાં જોડાવું કે ન જોડાવું તે હાર્દિકને જોવાનું છે: ઓમ માથુર
વલસાડ: જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના પ્રભારી સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સમીક્ષા બેઠક પૂર્ણ થયા બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં હાર્દિક પટેલ વિશે કહ્યું કે, તેઓ ડૂબતી નૈયામાં જોડાય કે અન્ય પક્ષે લોકશાહીમાં દરેકને સ્વતંત્રતાનો અધિકાર છે.
સ્પોટ ફોટો
અહીં નોંધનીય છે કે, હાલ લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને પક્ષો પોતપોતાના કાર્યકર્તાઓ સાથે ચૂંટણીલક્ષી આયોજનમાં જોડાઈ ચૂક્યા છે, ત્યારે હાલમાં હાર્દિક પટેલ પણ કોંગ્રેસમાં જોડાશે એવી ચર્ચાઓ ઉઠી રહી હતી. જેને લઈને ઓમ માથુરે વલસાડ ખાતે ડૂબતી નૈયામાં હાર્દિક પટેલ જોડાશે કે નહીં જેવું વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું.