વલસાડવલસાડના જૂજવા ગામના ગંગાજી ફળિયામાંથી પસાર થતી ઔરંગા નદીમાં (Auranga River in Valsad )આજરોજ સવારે માછલી પકડવા ગયેલા યુવાનની જાળમાં સકર માઉથ કૈટફિશ ( Rare Fish Mouth Catfish Found in Auranga River )નામની અતિ દુર્લભ માછલી જોવા મળી હતી. જોકે આ માછલી મોટાભાગે સાઉથ અમેરિકાના એમેઝોન નદીમાં મળનારી આ માછલી વલસાડના જૂજવા ગામની ઔરંગા નદીમાંથી મળી આવતા લોકોમાં ભારે કુતૂહલ જોવા મળ્યું હતું.
જાળમાં ફસાઈ હતી માછલી હાલમાં વરસાદ પડવાનું પ્રમાણ ઘટતા ગ્રામ્ય વિસ્તારોમાં કે શહેરી વિસ્તારમાંથી પસાર થતી નદીઓમાં લોકો હુક કે જાળ નાંખી મચ્છી પકડતા હોય છે. ક્યારે વલસાડ તાલુકાના જૂજવા ગામે રહેતો નિલેશભાઈ રમેશભાઈ નાયકા આજરોજ સવારે 7 વાગ્યે ગંગાજી ફળિયા ખાતે આવેલી ઔરંગા નદી (Auranga River in Valsad )માં માછલી પકડવા માટે જાળ નાખી હતી તે દરમિયાન નિલેશ નાયકાની જાળમાં અત્યંત દુર્લભ માછલી ( Rare Fish Mouth Catfish Found in Auranga River ) જાળમાં ફસાઈ ગઈ હતી.
દુર્લભ સકર માઉથ કેટ ફિશ ઔરંગા નદીમાં મળી જાળમાં ફસાયેલી આ દુર્લભ માછલીનું નામ સકર માઉથ કૈટ ફિશ ( Rare Fish Mouth Catfish Found in Auranga River )નામની માછલી હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ માછલી વિશે માહિતી મળી કે હજારો કિલોમીટર દુર સાઉથ અમેરિકાના એમેઝોન નદીમાં મળનારી સકર માઉથ કૈટફિશ બીજી વખત વારાણસીના ગંગા નદીમાં મળવાથી જેટલું આશ્ચર્ય પેદા કર્યું છે તેટલી જ વૈજ્ઞાનિકો માટે ચિંતા ઉભી કરી છે.
થોડા સમય પહેલા ગંગા નદીમાંથી મળી વારાણસીના રામનગરમાં રમનાથી થઈને વહેતી ગંગા નદીમાં નાવિકોને થોડાજ સમય પહેલા અજીબોગરીબ માછલી મળી હતી બીએચયુના માછલીના વૈજ્ઞાનિકોએ તેની ઓળખ સાઉથ અમેરિકાની એમેઝોન નદીમાં મળનારી સકર માઉથ કૈટ ફિશના ( Rare Fish Mouth Catfish Found in Auranga River )રૂપમાં કરી છે. વૈજ્ઞાનિકો ચિંતા દર્શાવતા કહ્યું છે કે, તે માછલી માંસાહારી છે અને ઈકોસિસ્ટમ માટે જોખમ પણ છે. સામાન્ય રીતે નદીઓ પોતાના ઉંડાણોમાં ઘણા રાઝ અને રહસ્યને સમેટી રહી છે.
અમેરિકાની એમેઝોન નદીમાંથી મળનારી માછલી છે જે વલસાડમાં મળી આ માછલી સમગ્ર હિન્દુસ્તાન અને સાઉથ એશિયા સુધીમાં નથી મળતી. આ અજીબ પ્રકારના મોંવાળી માછલી, સાઉથ અમેરિકાની એમેઝોન નદીમાં હજારો કિલોમીટર દૂર મળનારી સકર માઉથ કૈટ ફિશ જેવી જ લાગી રહી છે. સંરક્ષણ દરમયાન તેને બીજી વખત આવી અજીબ માછલી મળી છે. પહેલી વખત ગોલ્ડન રંગની માછલી મળી હતી. જેની ઓળખ ભારતીય વન્ય જીવ સંસ્થાને અમેરિકાની એમેઝોન નદીમાં મળનારી સકર માઉથ કૈટફિશ ( Rare Fish Mouth Catfish Found in Auranga River )ના રૂપમાં કરી હતી.
હજારો કિમિ દૂર વલસાડ કેવી રીતે પહોંચીએક વખત ફરી તે માછલી મળી છે ત્યારે વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે નદીની પરિસ્થિતિનો આ માછલી વિનાશ કરી શકે છે. વૈજ્ઞાનિકોએ સલાહ પણ આપી છે કે આ માછલી ગંગામાં મળ્યાં બાદ તેને ફરીથી છોડવામાં ન આવે તો બીજી તરફ હજારો કિલોમીટર દૂર અમેરિકાની નદીઓની માછલીઓમાં મળનારી સકર માઉથ કૈટફીશ ( Rare Fish Mouth Catfish Found in Auranga River )આખરે ભારતની નદી સુધી કેવી રીતે પહોંચી એ મોટો સવાલ ઊભો થયો છે. વૈજ્ઞાનિકના પ્રોફેસર બેચનલાલે જણાવ્યું કે, આ માછલી સાઉથ અમેરિકામાં જોવા મળે છે. જેને સકર માઉથ કૈટફિશ કહે છે.
અમેરિકાની માછલી વલસાડની ઔરંગા નદીમાંથી મળીમાછલી ઘરે રાખવાના શોખીન ધરાવનારા વ્યક્તિઓ એક્વેરિયમમાં રાખ્યા બાદ કૈટફિશ મોટી થતા તેને નદીઓ છોડી દેતા હોય છે. ત્યારે વલસાડની ઔરંગા નદી (Auranga River in Valsad ) માંથી આ માછલી મળી આવી હતી. અજીબ મોં વાળી સકર માઉથ કૈટ ફિશ ( Rare Fish Mouth Catfish Found in Auranga River ) મળી આવતા લોકોમાં ભારે કુતૂહલ જોવા મળ્યું હતું. જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે.