ગુજરાત

gujarat

ETV Bharat / state

ધરમપુરમાં મહારાષ્ટ્રથી આવતા રામધારી તરબૂચ વધી રહી છે માગ

માર્ચ મહિનો શરૂ થતાની સાથે ગરમીમાં વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે લોકો ગરમી શરૂ થતાં જ તરસ છીપાવવા માટે ઠંડા પીણા તરફ વળતા હોય છે, પરંતુ ગ્રામીણ કક્ષાએ લોકો તરબૂચથી ઠંડક મેળવવા પ્રયાસ કરે છે. ધરમપુર નાનાપોઢા મુખ્ય માર્ગ ઉપર આજ કાલ મોટી સંખ્યામાં તરબૂચના મંડપો જોવા મળી રહ્યા છે. ચિંતાની વાત એ છે કે, અહીંના દેશી તરબૂચની અછત વર્તતા હવે મહારાષ્ટ્ર થી આવતા રામધારી તરબૂચની માંગ વધી રહી છે.

etv bharat
etv bharat

By

Published : Mar 11, 2020, 5:22 PM IST

Updated : Mar 11, 2020, 5:35 PM IST

વલસાડ: ઉનાળાનો પ્રારંભ થતા જ આસપાસના વિસ્તારોમાં ઠંડા પીણાંની લારીઓ દેખાવની શરૂ થઈ ચૂકી છે, પરંતુ ગ્રામીણ કક્ષા એ લોકો કુદરતી રીતે મળતા તરબૂચથી પોતાની તરસ છીપાવવા અને ગરમી દૂર કરવા પ્રયાસ કરતા હોય છે.

મહત્વનું છે કે, વલસાડ જિલ્લામાં પણ દેશી તરબૂચની માંગ છે. તરબૂચની ખેતીમાં ઉત્પાદન ઓછું હોવાથી ખેડૂતો તરબૂચના ઉત્પાદન કરી ખેતીમાં જોખમ લેવા માંગતા ના હોય દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશી તરબૂચના ઉત્પાદનમાં ઘટાડો થતા પરિસ્થિતિ એવી થઈ છે કે, હવે લોકોની માંગને પોહચી વળવા માટે મહારાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી રામધારી તરબૂચ વેચાણ અર્થે લાવવામાં આવી રહ્યા છે.

રામધારી તરબૂચ વધી રહી છે માંગ

અઠવાડિયાના ત્રણ ટ્રક ભરી ધરમપુર કે કપરાડા વિસ્તારમાં તરબૂચ લાવવામાં આવી રહ્યા છે. હાલ ધરમપુર નાનાપોઢા માર્ગ ઉપર વિવિધ સ્ટોલ ઉપર રામધારી તરબૂચના ઢગલા જોવા મળી રહ્યા છે. તરબૂચમાં મિનરલ્સ સહિતના શરીરને પોષક આપનાર તત્વો રહેલા હોવાથી તરબૂચ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું હોવાને કારણે લોકોમાં તેની માંગ પણ વધુ છે.

Last Updated : Mar 11, 2020, 5:35 PM IST

ABOUT THE AUTHOR

...view details