પ્રાપ્ત વિગતો મુજબ, 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ દ્વારા ગર્ભવતી મહિલાને પ્રસવ પીડા ઉપડતા એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરાવી હતી નોર્મલ ડિલિવરી થતા મહિલા એ તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો.
ડુંગરી ગામે રહેતી અનિતા બેન ઉમેશભાઈ પટેલ ગર્ભવતી મહિલાને પ્રસવ પીડા ઉપડતા ડુંગરી 108 ની એમ્બ્યુલન્સમાં તેને તાત્કાલિક સારવાર માટે ગોરગામ સી.એચ.સીમાં લઇ જવામાં આવી રહી હતી.
વલસાડની મહિલાએ 108 એમ્બ્યુલન્સમાં જ બાળકીને આપ્યો જન્મ - hospital
વલસાડ: ડુંગરી ગામના 108ના કર્મચારીએ તીઘરા ગામની મહિલાને એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવી બાળકને જન્મ આપ્યો હતો. તેમજ માતા અને બાળક બંને સુરક્ષિત હોવાનું જાણવા મળી રહ્યું છે.
ત્યારે અચાનક પ્રસવ પીડા વધી જતાં 108 ના ચાલકે સતર્કતા વાપરી એમ્બ્યુલન્સ રોડની સાઈડમાં ઉભી રાખીને પાઇલોટ અરવિંદ પટેલ અને EMT માનસી પટેલે મહિલાને સફળ નોર્મલ ડિલિવરી કરાવી હતી. મહિલા એ એક તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો હતો 108 એમ્બ્યુલન્સ ના કર્મચારીની સુંદર કામગીરી ને મહીલાના પરિજનોએ બિરદાવી હતી જોકે તે બાદ મહીલાને વધુ સારવાર માટે પી એચ સી ગોરગામ અને તે બાદ ચીખલી CHC માં દાખલ કરવામાં આવી હતી.
અંતરિયાળ વિસ્તારોમાં 108 એમ્બ્યુલન્સ અનેક રીતે આરોગ્યલક્ષી સેવા આપી રહી છે તો સૌથી તેજ ગતિથી દર્દીને સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરે છે ત્યારે હવે પ્રસવ પીડા ધરાવતી મહિલાને પણ હોસ્પિટલ સુધી પહોંચતી કરવા માટે બાળક અને માતા માટે સંજીવની સમાન બની રહી છે.