ગુજરાત

gujarat

ETV Bharat / state

કપરાડામાં ખરીફ કૃષિ મહોત્સવ 2019માં કાર્યક્રમના પ્રારંભે જ મેઘરાજાનું આગમન - rain

વલસાડ: જિલ્લાના દરેક તાલુકામાં રવિવારના રોજ ખરીફ કૃષિ મહોત્સવ 2019નું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, કપરાડા તાલુકામાં તાલુકા કક્ષાનો આયોજિત ખરીફ કૃષિ મહોત્સવમાં ચાલુ કાર્યક્રમ દરમિયાન અચાનક વરસાદ આવી પડતા સ્ટેજ પર બિરાજમાન ધારાસભ્ય સહિત અનેક અધિકારીઓએ સ્ટેજ છોડીને ભાગવું પડ્યું હતું અને વરસાદ આવી પડતા ભાગદોડના દ્રશ્યો સર્જાયા હતા. ત્યાં સુધી કે કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવેલા ખેડૂતો પણ વરસાદથી બચવા માટે પ્લાસ્ટિકની ખુરશીઓ માથે ઉચકી લીધી હતી.

વલસાડ

By

Published : Jun 16, 2019, 4:25 PM IST

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવાની માહિતી મળી રહે તે માટે દરેક જિલ્લામાં અને તાલુકા કક્ષાએ ખરીફ કૃષિ મહોત્સવ 2019 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેને અનુલક્ષી કપરાડા તાલુકામાં તાલુકા કક્ષાનો ખરીફ કૃષિ મહોત્સવ 2019 એના રાઉત હાઇસ્કુલ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો.

કપરાડામાં ખરીફ કૃષિ મહોત્સવ 2019માં કાર્યક્રમના પ્રારંભે જ મેઘરાજાનું આગમન...

જેમાં કપરાડા તાલુકાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી વિભૂતિ બેન, મામલતદાર ચૌધરી તેમજ ખેતીવાડી ખાતામાંથી આવેલા કર્મચારીઓ આ કાર્યક્રમનો પ્રારંભ કરવા સ્ટેજ ઉપર પહોંચ્યા હતા. કાર્યક્રમની હજુ તો શરૂઆત જ થઇ હતી, દીપ પ્રાગટ્ય કર્યા બાદ ખેતીવાડી વિભાગમાંથી એક કર્મચારી ખેડૂતોને માહિતી આપવા માટે માઇક ઉપર જ હજી તો પહોંચ્યા જ હતા, ત્યાં અચાનક જ મેઘરાજાએ પોતાનું આગમન કરી દેતા સ્ટેજ ઉપર બિરાજમાન ધારાસભ્ય ટીડીઓ મામલતદાર અને તમામ અધિકારીઓએ વરસાદથી બચવા માટે ભાગવુ પડયું હતું.

જો કે, સરકારી તંત્ર દ્વારા આટલો મોટો કાર્યક્રમ હોય ત્યારે વરસાદી માહોલમાં યોગ્ય સ્ટેટ બનાવવાની જરૂર પડતી હોય છે. પરંતુ અહીં આગળ સરકારી તંત્ર દ્વારા કોઈપણ પ્રકારે સ્ટેજ ઉપર પ્લાસ્ટિક કે તાડપત્રીનો ઉપયોગ કરવામાં ન આવ્યો હોય વરસાદ આવતા સ્ટેજ ઉપર સીધુ જ પાણી પડી રહ્યું હતું. જેને લઇને બચવા માટે અહી બિરાજમાન તમામ મહાનુભવોએ સ્ટેજ છોડીને ભાગવું પડ્યું હતું. એટલું જ નહીં અહીં ભાગ લેવા માટે આવેલા ખેડૂતો જે સ્ટેજની સામે ખુરશી ઉપર બેઠા હતા તેઓ પણ અચાનક વરસાદ આવતા પ્લાસ્ટિકની ખુરશીઓ માથે ઊચકી લીધી હતી અને વરસાદના પાણીથી બચવા માટે તેઓ પણ મંડપની બહાર આમ તેમ વરસાદથી બચવા જગ્યા શોધતા નજરે પડ્યા હતા. આમ કપરાડા તાલુકા કક્ષાનો ખરીફ કૃષિ મહોત્સવ 2019 માં મેઘરાજાએ પોતાનો વિધ્ન નાખતા સમગ્ર કાર્યક્રમ માત્ર એક જ કલાકમાં સમેટાઇ ગયો હતો.

ABOUT THE AUTHOR

...view details