ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીમાં TRB જવાન અને વેપારી વચ્ચે ઝઘડો, વીડિયો વાયરલ - Quarrel between TRB jawan and trader

કોરોના મહામારી અને લોકડાઉનમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવામાં પોલીસ જવાનો, TRB જવાનોને નાકે દમ આવી રહ્યો છે. ક્યાંક કોઈને મારવા જતા માર ખાવાનો વારો આવી રહ્યો છે. એવો જ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં TRB જવાન અને વેપારી બાખડતા નજરે પડે છે.

Quarrel between TRB jawan and trader
TRB અને વેપારી વચ્ચે ઝઘડો

By

Published : May 18, 2020, 12:14 PM IST

વલસાડઃ જિલ્લાના વાપી શહેરની મુખ્ય બજારમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે ટાઉન પોલીસના TRB જવાને વેપારીઓને કહેતા એક વેપારીએ ઉશ્કેરાઈ લારી નહિ હટાવવાનું કહેતા લારીવાળા પર TRB જવાને પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. જે દરમિયાન પિતાને મારતા જોઈ પુત્રએ TRB જવાન પર હુમલો કરી માર મારી વર્દી ફાડી નાખી હતી.

વાપીમાં TRB જવાન અને વેપારી વચ્ચે ઝઘડો, વીડિયો વાયરલ
લારી ખસેડવાનું કહેતા આ બબાલ થઈ હતી. વાપી ટાઉન બજારમાં રવિવારે રસ્તા ઉપર લગાવેલા લારીઓને ખસેડવાનું કહેતા એક લારીવાળા સાથે TRBની બોલાચાલી થઈ હતી. જેમાં TRB કર્મીએ લારીવાળાને માર મારવાનું શરૂ કરતાં તેના પુત્રએ કર્મી સાથે મારામારી કરી તેની વર્દી ફાડી નાખી હતી. સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં TRB જવાન વિશાલ ઓમ પ્રકાશ સિંહે રવિવારે સવારે મૈંન બજારમાં આવેલ પૂનમ ફૂટવેર પાસે રોડ ઉપર લગાવેલ લારીને ખસેડવા કહેતા તમામ ત્યાંથી નીકળી રહ્યા હતા. તે દરમિયાન કપડાની લારીવાળાએ જણાવેલું કે, લારી હટશે નહીં અને ઉશ્કેરાઇને ગેરવર્તન કરતાં તેણે ફરીથી લારી હટાવવા જણાવતા લારીવાળાના પુત્રએ TRB જવાન સાથે મારામારી કરી તેની વર્દી ફાડી નાખી હતી. આ વીડિયો વાયરલ થયો છે. જ્યારે પોલીસે વેપારીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details