વલસાડ જિલ્લામાં ભાજપનો ચૂંટણીપ્રચાર તેજ બન્યો છે. દરેક ગામ અને તાલુકામાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે. આ અંતર્ગત ઉમરગામ તાલુકામાં વલસાડ ડાંગ જિલ્લાના લોકસભા સીટના ભાજપના ઉમેદવાર ડૉક્ટર કે સી પટેલ અને આ વિસ્તારના આદિજાતી અને વન પ્રધાન રમણ પાટકર સહિતના નેતાઓએ સવારથી સાંજ સુધી વિવિધ ગામમાં ફરી ચૂંટણી પ્રચાર કર્યો હતો.
170 મતે જીતેલા ધારાસભ્ય જીતુભાઈ અમારા માટે કોઈ ધુરંધર નેતા નથી: ડૉ. કે સી પટેલ
વલસાડ: વલસાડ અને ડાંગ જિલ્લામાં લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને ગત ટર્મના સીટીંગ સાંસદ ડૉ. કે. સી. પટેલને રિપીટ કર્યા બાદ, મંગળવારે પોતાનું ઉમેદવારી ફોર્મ ફરી બુધવારે સવારથી સાંજ સુધી ઉમરગામ તાલુકામાં પોતાનો ચૂંટણી પ્રચાર કર્યો હતો.
સ્પોટ ફોટો
બુધવારે સવારથી લઈને સાંજ સુધીમાં ભાજપના ઉમેદવાર કે.સી પટેલ અને અન્ય ભાજપ સંગઠનના હોદ્દેદારો પદાધિકારીઓએ ઉમરગામના 27 ગામડાઓમાં ફરી પોતાનો ચૂંટણી પ્રચાર કર્યો હતોઅને આ ચૂંટણી પ્રચારમાં ભાજપને વિજયી બનાવવા આહ્વાન કર્યું હતું. ચૂંટણી પ્રચાર દરમ્યાન, નારગોલ, કલગામ, સરોન્ડા, મામકવાડા, ઘોડિપાડા સહિતના દરેક ગામમાં ગામલોકોએ પણ કે.સી.પટેલ અને રમણ પાટકરનું સ્વાગત કર્યું હતુ.