ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડમાં મતગણતરી સ્થળે સુરક્ષા માટે સરકારી તંત્ર દ્વારા આખરી ઓપ - politics

વલસાડ: લોકશાહીના મહાપર્વ ઉજવણી બાદ હવે મતગણતરીના માત્ર 24 કલાક બાકી રહ્યા છે, ત્યારે ખૂબ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી યોજાય તે માટે વલસાડ જિલ્લા સરકારી તંત્ર દ્વારા સંપૂર્ણ આયોજનને આખરી ઓપ આપવામાં આવી ચુક્યો છે. ત્યારે વલસાડમાં મતગણતરી ઇજનેરી કોલેજ ખાતે સવારે 7 વાગ્યાથી આરંભ થશે.

વલસાડ

By

Published : May 22, 2019, 11:17 PM IST

લોકસભાની ચૂંટણી બાદ દરેક લોકો પરિણામ માટે મીટ માંડીને બેઠા છે. માત્ર 24 કલાક મતગણતરીના બાકી હોય ત્યારે વલસાડ જિલ્લા લોકસભા બેઠક 26 માટે મતગણતરી વલસાડ કોલેજ કેમ્પસમાં આવેલી ઇજનેરી કોલેજ ખાતે યોજાશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગતરી થાય એ માટે આજે એટલે કે બુધવારના રોજ વલસાડ ખાતે પોલીસ વિભાગ દ્વારા વિવિધ ટુકડીઓ સુરક્ષાને ધ્યાને રાખી તૈનાત કરવામાં આવી છે. વલસાડ જિલ્લા લોકસભા બેઠકમા પાંચ વિધાન સભા તેમજ આહવા અને ડાંગનો પણ સમાવેશ થાય છે.

વલસાડમાં મતગણતરી સ્થળે સુરક્ષા માટે સરકારી તંત્ર દ્વારા આખરી ઓપ

વાત કરીએ મતદાનની તો, વલસાડ લોકસભા બેઠક ઉપર યોજાયેલી ચૂંટણીમાં 75.21 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. કુલ 12,56,702 જેટલા મતદારોએ પોતાનું મતદાન કર્યું હતું. જો કે, 23 તારીખે સવારે 7 વાગ્યાથી વલસાડ ઇજનેરી કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે સુરક્ષાને ધ્યાને રાખતા પોલીસ દ્વારા વિશેષ બંદોબસ્ત કરવામાં આવ્યા છે. સમગ્ર બાબતની માહિતી આપતા DYSP ચાવડાએ જણાવ્યું કે, 4 DYSP, 6 PI, 26 PSI,143 હોમગાર્ડ મળી 530 પોલીસ કર્મચારીઓ 1 CISF ની કંપની અને 1 SRP ની કંપની ચૂંટણી મતગણતરી સ્થળ ઉપર તૈનાત રહેશે.

ABOUT THE AUTHOR

...view details