ગુજરાત

gujarat

ETV Bharat / state

કપરાડાનાં 128 ગામોને આવરી લેતી પોસ્ટ ઓફીસનાં મકાનમાં પ્લાસ્ટિક કેમ બાંધવું પડે છે..?

વલસાડઃ કપરાડા તાલુકાના નાનાપોઢા ખાતે આવેલ પોસ્ટ ઓફીસની હાલત છેલ્લા 4 વર્ષથી ખરાબ પરિસ્થિતિમાં છે. આ ઓફિસની છત ગળી પડતા ચોમાસા દરમિયાન અહીં કામ કરતા કર્મચારીઓને પ્લાસ્ટિકની થેલી બાંધી બેસવાની ફરજ પડે છે. જો વધુ વરસાદ પડે ત્યારે તો, અહીં પ્લાસ્ટિક ઉપર પણ પુષ્કળ પ્રમાણમાં પાણી પડતું હોવાથી અનેક જરૂરી કાગળો વરસાદી પાણીમાં ભીંજાઈ જાય છે.

caprada

By

Published : Sep 15, 2019, 6:17 AM IST

કપરાડા તાલુકાના 128 ગામોને આવરી લેતી આ પોસ્ટ ઓફીસનું 20 વર્ષ જુનું મકાન અતિ જર્જરિત હાલતમાં છે. છેલ્લા 4 વર્ષથી ચોમાસાનાં 4 માસ અહીં સ્થિતિ અતિ દયનિય બની જાય છે કે, કચેરીમાં કામ કરતા તમામ કર્મચારીને છત ઉપર પ્લાસ્ટિક બાંધી નીચે બેસવું પડે છે. અહીં મોટા ભાગનું કામ કોમ્પ્યુટર ઉપર કરવામાં આવતું હોવાથી ઈલેક્ટ્રોનિક સાધનોને મકાનની છતમાંથી પડતા પાણીથી બચાવવા માટે વૈકલ્પિક રીતે પ્લાસ્ટિક બાંધવાની ફરજ પડે છે.

કપરાડાના 128 ગામોને આવરતી પોસ્ટ ઓફીસના કર્મચારીઓને પ્લાસ્ટિક કેમ બાંધવું પડે છે ?

રાજકીય અગ્રણીઓ, સામાજિક સંસ્થાઓ સહિત દરેકની ટપાલો અહીંથી જ આવતી હોવા છતાં તેમને પણ આ સમસ્યા દૂર કરવામાં કોઈ જ રસ ન હોય તેવું આ પોસ્ટ ઓફિસના દ્રશ્યો જણાવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details