ગુજરાત

gujarat

વલસાડમાં અસામાજિક તત્વોનો શાંતિ ડોહળવાનો પ્રયાસ, પોલીસે કર્યુ પેટ્રોલિંગ

By

Published : Jul 18, 2019, 12:05 PM IST

વલસાડ : શહેરના ધોબી તળાવ વિસ્તારમાં અસામાજિક તત્વો હથિયારો બતાવી નિર્દોષને ધમકાવતા હોવાની બાતમી પોલીસને મળી હતી. આ ઘટનાને ગંભીરતાથી લઈ પોલીસ દોડતી થઈ હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે માત્ર અફવા છે. વાતાવરણ ન ડોહળાય તે માટે પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

વલસાડમાં અસામાજિક તત્વો શાંતિ દોહળવાનો પ્રયાસ કરતા પોલીસે કર્યુ પેટ્રોલિંગ


વલસાડ શહેરમાં રાત્રે ધોબીતળાવ વિસ્તારમાં કેટલાક ઈસમો શાંતિ ડહોળવાનો પ્રયાસ કરે છે. તેમજ હથિયારો બતાવી લોકોને ધમકાવી રહ્યા હોવાની માહિતી પોલીસને માહિતી મળી હતી. આ ઘટનાને લઇને D.Y.S.P વલસાડ શહેર P.I તેમજ પોલીસનો મોટો કાફલો ધોબીતળાવ વિસ્તારમાં પહોંચ્યો હતો. પરંતુ ત્યાં આવી કોઈ પણ પ્રવૃત્તિ દેખાઈ ન હતી. જેને કારણે કોઈએ ફોન કરી અફવા ફેલાવવાનું પ્રયાસ કર્યો હોવાનું D.Y.S.Pએ જણાવ્યુ હતુ.

વલસાડમાં અસામાજિક તત્વો શાંતિ ડોહળવાનો પ્રયાસ કરતા પોલીસે કર્યુ પેટ્રોલિંગ

પોલીસે ધોબીતળાવ વિસ્તારમાં પેટ્રોલિંગ કર્યું હતું. તેમજ સાથે સાથે પોલીસે અનેક વિસ્તારની ચકાસણી પણ કરી હતી. વલસાડ શહેરમાં બે અલગ અલગ જ્ઞાતિના યુવક અને યુવતીએ પોતાની મરજીથી લગ્ન કર્યા હતા. જેને લઇને બે કોમો વચ્ચે વાતાવરણ તંગ બન્યું હતું. જેના કારણે વલસાડ શહેરમાં કેટલાક અસામાજિક તત્વોએ વિવિધ પ્રકારની અફવાનો સહારો લીધો હોવાનું પોલીસ માની રહી છે. પરંતુ આવી કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વલસાડ શહેરના D.Y.S.P ચાવડાએ જણાવ્યું કે, પોલીસ સતત નાનામાં નાની માહિતી પર નજર રાખી રહી છે. અને હાલ તો પોલીસે શાંતિ અને સલામતી જાળવવા કમાન સંભાળી છે.

ABOUT THE AUTHOR

...view details