- વિરોધ પ્રદર્શન અગાઉ જ પોલીસે કોંગી કાર્યકર્તાઓને ડિટેઈન કર્યા
- માજી સાંસદ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત 10થી વધુ કાર્યકર્તાઓ ડિટેઇન
- કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને ભાજપ નીતિના વિરોધમાં પ્રદર્શન કરવાનું હતું
વલસાડ : ધરમપુર તાલુકા ખાતે કોંગ્રેસ કાર્યાલય પરથી મોંઘવારી તેમજ ભાજપની નીતિના વિરોધમાં વિવિધ પ્લેકાર્ડ સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ આસુરા વાવ ચોકડી પાસે વિરોધ પ્રદર્શન કરવા નીકળ્યા હતા. તેઓ હાથમાં પ્લેકાર્ડ લઈને હજુ સ્થળ સુધી પહોંચે તે પહેલાં જ ધરમપુર પોલીસે 10થી વધુ કાર્યકર્તાઓને ડિટેઇન કર્યા હતા.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને માજી સાંસદને કરવામાં આવ્યા ડિટેઇન
કોંગ્રેસ દ્વારા ધરમપુર ખાતે કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શનમાં માજી સાંસદ કિશન પટેલ તેમજ વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશ પટેલ સહિત અનેક અગ્રણીઓ પ્લેકાર્ડ લઈ વિરોધ પ્રદર્શન કરવા માટે કોંગ્રેસ કાર્યાલયની બહાર નીકળ્યા હતા અને વાવ ચોકડી તરફ આગળ વધે તે પહેલા જ ધરમપુર પોલીસ મથકના PSI એ.કે. દેસાઈ અને તેમનો સ્ટાફ સ્થળ ઉપર પહોંચી ગયો હતો અને આ તમામ લોકો સર્કલ સુધી ન પહોંચે તે માટે તેમને પોતાના હાથથી અટકાવી તમામ લોકોને પોલીસની જીપમાં બેસાડી દીધા હતા