ગુજરાત

gujarat

કપરાડાની આંગણવાડી વર્કર બહેનોની લાલીયાવાડી, બાળકોને મળવા પાત્ર પોષણ યુક્ત અનાજનો જથ્થો વર્કર બહેનોના ઘરે જ મળ્યો

By

Published : Jul 19, 2019, 5:25 AM IST

વલસાડ: જિલ્લામાં આવેલા કપરાડા તાલુકાના માંડવા ગામે આવેલી આંગણવાડીમાં વર્કર બહેનો દ્વારા બાળકો માટે આપવામાં આવતું પોષણયુક્ત અનાજ પોતાના ઘરે ઉતારી લેતી હોવાનું ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. આ સાથે આંગણવાડીના રજીસ્ટરમાં બાળકોની હાજરી ખોટી રીતે પુરી તેમને પણ અનાજ આપવામાં આવતું હોવાનું રજીસ્ટરમાં નોંધ કરી હોવાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યાં છે. તો ગ્રામજનોએ આંગણવાડી પર એકત્ર થઇ હોબાળો મચાવ્યો હતો. આ સાથે જ આંગણવાડી બહેનની સામે પગલાં ભરવા માટે TDOને આવેદનપત્ર પણ આપ્યું હતું.

સ્પોટ ફોટો

વલસાડ જિલ્લામાં આવેલા કપરાડા તાલુકાના માંડવા વડદેવી ખાતે આવેલા આંગણવાડીમાં ફરજ બજાવતા આંગણવાડી વર્કર બહેન દ્વારા બાળકો માટે આપવામાં આવતું અનાજ પોતાના ઘરે જ ઉતારી લેતા હોવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યાં છે. તેમજ ગામના બાળકોને તે આંગણવાડી માટે લેવા-મુકવા આવતા નથી. તેમજ રોજ બાળકો આવતા હોવાનું રજીસ્ટરમાં હાજરી પુરી દેતા હોવાનું ગ્રામજનોએ આક્ષેપ કરી ગુરૂવારના રોજ હોબાળો મચાવ્યો હતો.

આંગણવાડીમાં ગ્રામજનોનો હોબાળો

ત્યારબાદ આંગણવાડી આધિકારીને જાણકારી આપતા સુપરવાઈઝર બહેન તાલુકા આંગણવાડી અધિકારી સ્થળ ઉપર આવી ચકાસણી કરી હતી. જેમાં તેના રજીસ્ટરમાં કુલ 28 બાળકો બોલતા હતા. તો સ્થળ ઉપર માત્ર 3 બાળકો હતા. તેમજ અનાજનો કેટલોક જથ્થો આંગણવાડી ચલાવતા વર્કર બહેનના ઘરે હોવાનું ધ્યાને આવતા ગુરૂવારના રોજ ગ્રામજનો મોટી સંખ્યામાં આંગણવાડીએ એકત્ર થઈ હોબાળો કર્યો હતો

તો આ અંગે ગ્રામજનોએ માંગ કરી હતી કે, આ વર્કરને અહીંથી હટાવી લઈ તેમના સ્થાને કોઈ અન્યને મુકવામાં આવે જો કે આ બાબતે આંગણવાડી અધિકારીએ તેને એક તક આપવાની વાત કરી નોટીસ આપી હોવાનું જણાવ્યું હતું.

તો રોષે ભરાયેલા ગ્રામજનોએ આંગણવાડીમાં થઈ રહેલા ગેરરિતી બાબતે કપરાડા TDO વિભૂતિ બેનને લેખિતમાં આવેદન પત્ર પાઠવ્યું હતું. સાથે જ વર્કર બહેનો સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે એવી માંગ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details