- પારડી નગરપાલિકાની પ્રમુખ-ઉપપ્રમુખ પદની ચૂંટણી મુલતવી
- સમયસર મેન્ડેટ રજૂ ન કરાતા ચૂંટણી અધિકારીઓએ કાર્યક્રમ મોકૂફ રાખ્યો
- કોંગ્રેસ સભ્યોએ કર્યા આક્ષેપ
- આગામી સમયમાં નવી તારીખ જાહેર થયા બાદ ચૂંટણી યોજાશે
વલસાડઃ જિલ્લામાં આજે સોમવારે વલસાડ, પારડી, ધરમપુર અને ઉમરગામ પાલિકામાં આગામી અઢી વર્ષ માટે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ હતી. જે પૈકી પારડી નગરપાલિકાના સભાખંડમાં આજે સોમવારે 11:00 વાગ્યે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તરીકે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં એક વિશેષ બેઠક મળી હતી.
આ બેઠકમાંં પારડી નગરપાલિકાના કોંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જો કે, ભાજપ અને કોંગ્રેસ આ બન્ને પક્ષે પોતાના મેન્ડેટમાં પ્રમુખ-ઉપપ્રમુખના નામો જાહેર કર્યા હતા. જેમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટમાં પ્રમુખ પદ તરીકે હસુભાઇ રાઠોડ અને ઉપપ્રમુખ તરીકે અમિષાબેન મોદી, જ્યારે ભારતીય કોંગ્રેસ પક્ષમાં પ્રમુખ તરીકે ગુરમિત સિંહ અને ઉપપ્રમુખ તરીકે સોનલબેન પટેલના નામો જાહેર કર્યા હતા. પરંતુ આ બન્ને પક્ષે ચૂંટણી અધિકારી તરીકે બેસેલા પ્રાંત અધિકારીને પોતાના મેન્ડેટ 15 મિનિટ પૂર્ણ થવા છતાં સુપર ન કર્યા હતા. જેને લઈને પ્રાંત અધિકારીએ આ સમગ્ર કામગીરી મોકૂફ રાખી દીધી હતી. જેના કારણે બન્ને પક્ષના જાહેર થયેલા નામો અને પ્રમુખ પદ માટે થનગની રહેલા ઉમેદવારના સપના ઉપર પાણી ફરી વળ્યું હતું.