- વલસાડમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ
- જિલ્લા કલેક્ટર આર.આર.રાવલની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી
- વર્ષ 2011થી 25મી જાન્યુઆરીના રોજ ઉજવાય છે રાષ્ટ્રીય મતદાતાદિવસ
વલસાડઃ જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર આર.આર.રાવલની અધ્યક્ષતામાં 11 મા રાષ્ટ્રીય મતદાતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. 11 માં મતદાર દિવસની ઉજવણીની થીમ આ વર્ષે સશકત મતદાર-સક્ષમ મતદાર-સમર્થ મતદાર જવાબદાર મતદાર છે. જિલ્લા કલેકટરે જણાવ્યું કે, વિવેકબુધ્ધિથી કોઇ પણ જાતના ભય, લોભ, લાલચ વિના પોતાના મતાધિકાર ઉપયોગ કરે તે જરૂરી છે. જે મતદારોના નામ પ્રથમ મતદાર યાદીમાં પ્રસિધ્ધ થયાં છે, એવા યુવા મતદારોને શુભેચ્છા પાઠવી જવાબદાર નાગરિક તરીકે ભારતના લોકશાહી પ્રક્રિયાને મજબૂત બનાવવા માટે પોતાની સહયોગ આપવા જણાવ્યું હતું. મતદાર મજબૂત હશે તો રાષ્ટ્ર અને લોકતંત્ર મજબૂત બનશે અને મજબૂત લોકતંત્ર હશે તો મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરી શકાશે. 1950ના દિવસે ભારતના ચૂંટણીપંચની સ્થાપના થઇ હતી અને તેની યાદગીરી રૂપે વર્ષ 2011 થી 25મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતાદિવસ તરીકે ઉજવવામાં આવે છે.
ચૂંટણી પંચ દ્વારા ઓનલાઇન ચૂંટણી કાર્ડ જનરેટ કરવાની સુવિધા શરૂ કરાઈ