- ધૂંદલવાડી ગામ સિસ્મોલોજીની દ્રષ્ટિએ અર્થક્વેક ઝોન
- અનેક નાના મોટા આંચકાની અસર વાપી સુધી વર્તાઈ છે
- ગામમાં પ્રશાસને કાયમી ટેન્ટની વ્યવસ્થા કરી છે
ધૂંદલવાડી: વલસાડ જિલ્લામાં અવારનવાર આવતા ધરતીકંપના આંચકાથી દર વખતે લોકો ગભરાટના માર્યા ઘર બહાર નીકળી જાય છે. પરંતુ ભૂકંપના કેન્દ્રબિંદુ પર જ વસેલા પાલઘર ધૂંદલવાડી ગામના લોકોએ જીવ તાળવે ચોંટાડીને રહેવું મજબૂરી છે. આ ગામ મોટેભાગે આદિવાસી વસ્તી ધરાવતું ગામ છે અને માત્ર ખેતી પર નિર્ભર રહેતા લોકો સામાન્ય ઘરોમાં વસવાટ કરે છે.
આ પણ વાંચો:મહારાષ્ટ્રના ભૂકંપના આફ્ટર શોકથી વલસાડની ધરા ધ્રૂજી, લોકોમાં ફેલાયો ભયનો માહોલ
ટેન્ટ છતાં ચોમાસુ-ઠંડીમાં બિનઉપયોગી
ગામમાં મહારાષ્ટ્ર પ્રશાસન દ્વારા NDRFની ટીમને મોકલી ભૂકંપ સમયે કેવી રીતે બચવું તેની ટ્રેનિંગ અને માર્ગદર્શન આપવામાં આપ્યું છે. સાથે જ ટેન્ટની વ્યવસ્થા કરી છે. પરંતુ વરસાદી માહોલ અને ઠંડીની સીઝનમાં જ વધુ પડતા આંચકા આવતા હોય છે. ત્યારે, લોકો બહાર ટેન્ટમાં આશરો મેળવી શકતા નથી. એટલે, પ્રશાસને તે માટે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ.