- વિજ્ઞાન કેન્દ્ર ખાતે સાઉથ આફ્રિકામાં રિસર્ચ કરતા યુવા વિજ્ઞાની દ્વારા બાળકોને જાણકારી અપાઈ
- ગ્રહો તારાઓ તારાઓના સમૂહને ગેલેક્સીના સમૂહ તમામ અંગે જાણકારી અપાઇ
- ખગોળીય પરીક્ષણ શું છે અને તે માટે કેવી કામગીરી કરાશે તે અંગે જાણકારી અપાઇ
વલસાડઃ ધરમપુર ખાતે આવેલા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે ખગોળીય જાણકારી બાળકોને મળી રહે તે હેતુથી meet the scientist કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં મૂળ બીલીમોરાના અને હાલ સાઉથ આફ્રિકામાં એસ્ટ્રોનોમી વિષય પર રિસર્ચ કરી રહેલા ડૉક્ટર વિરલ પાર્ક દ્વારા બાળકોને એસ્ટ્રોનોમી વિષય પર મહત્વની અને ઝીણવટ ભરી જાણકારી આપવામાં આવી હતી. સાથે સાથે ટેલિસ્કોપના માધ્યમ દ્વારા ચન્દ્ર દર્શન પણ કરાવવામાં આવ્યા હતા.
બાળકોને વિશેષ જાણકારી આપવામાં આવી
ધરમપુર ખાતે આવેલું જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર સમયાંતરે વિવિધ કાર્યક્રમો વિજ્ઞાનને લગતા કાર્યક્રમો કરતું આવ્યું છે, ત્યારે બાળકોને ખગોળીય જ્ઞાન મળે અને તેમાં બાળકોની રુચિ વધે તેમજ એસ્ટ્રોનોમી અંગે બાળકો રિસર્ચ કરવા માટે પ્રેરાય એવા ઉમદા હેતુથી મૂળ બીલીમોરાના અને હાલ સાઉથ આફ્રિકામાં સાઉથ આફ્રિકાની એસ્ટ્રોનોમી રિસર્ચ સેન્ટર સાથે જોડાયેલા વૈજ્ઞાનિક ડૉક્ટર વિરલ પારેખ દ્વારા આજે બાળકોને વિશેષ જાણકારી આપવામાં આવી હતી.
ધરમપુરના વિજ્ઞાન કેન્દ્ર ખાતે આજે વિરલ પારેખ દ્વારા વિશેષ જાણકારી અપાઇ
સામાન્ય રીતે બાળકોમાં ગ્રહ મંડળ તારાઓ અને ચંદ્રમા સિવાય પણ પૃથ્વીની બહાર અવકાશમાં તરતા અનેક ગ્રહો તારાઓ આકાશમાં આકાશ ગંગા સૂર્ય ગુરુ શનિ જેવા અનેક ગ્રહો તેમજ સમગ્ર બ્રહ્માંડમાં ગેલેક્સીની ઉત્પત્તિ ગેલેક્સીનો સમૂહ સહિતની તમામ જાણકારી આજે દરેક દ્વારા આપવામાં આવી હતી સાથે સાથે પ્રશ્નોત્તરી પણ બાળકો સાથે કરાઇ હતી. એસ્ટ્રોનોમી રિસર્ચ સામાન્ય વ્યક્તિ માટે કઈ રીતે અને કેવી રીતે ઉપયોગી છે. તે અંગેની પણ જાણકારી તેમણે બાળકોને ખુબ સીધી અને સરળ રીતે આપી ન હતી.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહેલા બાળકોને સાંજે ટેલિસ્કોપ દ્વારા ચંદ્ર દર્શન કરાવવામાં આવ્યા
ધરમપુર વિજ્ઞાન કેન્દ્ર ખાતે અનિલ ખગોળીય ઘટના સમયે ટેલિસ્કોપ દ્વારા વિશેષ ઘટના નિહાળવા માટે વ્યવસ્થા કરવામાં આવે છે, ત્યારે આજે ડૉક્ટર વિરલ પારેખના સંપૂર્ણ સેશન બાદ ઉપસ્થિત તમામ ખગોળપ્રેમીઓ બાળકોને ટેલિસ્કોપ દ્વારા ચંદ્ર દર્શન કરાવવામાં આવ્યા હતા. તેમજ ચંદ્ર અંગેની માહિતી પણ આપવામાં આવી હતી. આમ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર દ્વારા અંતરિયાળ વિસ્તારના બાળકોને ખગોળીય જ્ઞાન મળી રહે તેવા હેતુથી તેમજ એસ્ટ્રોનોમી પ્રત્યે બાળકોનો લગાવ વધે એવા ઉમદા હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.