ગુજરાત

gujarat

ETV Bharat / state

ક્લસ્ટર કંટેનમેન્ટ ઝોનમાં આવેલી ખાનગી હોસ્પિટલના સ્ટાફને પ્રવેશ દ્વાર નજીક રોકતા, ડોકટરોએ મામલતદાર સમક્ષ કરી રજૂઆત

ધરમપુરમાં ખાનગી હોસ્પિટલના સ્ટાફને ક્લસ્ટર કંટેનમેન્ટ હોવાથી પ્રવેશવા ન દેતા ખાનગી હોસ્પિટલના ડોક્ટરોએ મામલતદાર સમક્ષ ફરિયાદ કરી હતી. જો હોસ્પિટલમાં કામ કરતા કર્મચારીઓ ધરમપુરમાં પ્રવેશે તો આ તમામને હોસ્પિટલમાં 14 દિવસ સુધી રાખવા માટે હોસ્પિટલ સંચાલકોએ તૈયારી રાખવી એવી માહિતી આપતા આ તમામ સંચાલકો મૂંઝવણમાં મુકાયા છે. બહારથી આવનાર કર્મચારીઓ હોસ્પિટલમાં 14 દિવસ રહેવા માટે તૈયાર ન હોય ત્યારે એકલે હાથે તબીબ કેવી રીતે સારવાર આપી શકે?

Medical staff stopped by police
ક્લસ્ટર કંટેનમેન્ટ ઝોનમાં આવેલ ખાનગી હોસ્પિટલના સ્ટાફને પ્રવેશ દ્વાર નજીક રોકતા, ડોકટરોએ મામલતદાર સમક્ષ કરી રજૂઆત

By

Published : Apr 22, 2020, 6:09 PM IST

વલસાડ: ધરમપુરના આસુરા ગ્રામ પંચાયત ખાતે એક મુસ્લિમ પરિવારના યુવકને કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેનું સુરત હોસ્પિટલમાં મોત થયું છે. જે બાદ વહીવટી તંત્રએ આસુરા ગ્રામ પંચાયત અને તેની આસપાસમાં આવતા 14 જેટલા ગામોને કલસ્ટર કંટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યા બાદ ધરમપુર શહેર પણ તેમાં સામેલ છે.

ક્લસ્ટર કંટેનમેન્ટ ઝોનમાં આવેલ ખાનગી હોસ્પિટલના સ્ટાફને પ્રવેશ દ્વાર નજીક રોકતા, ડોકટરોએ મામલતદાર સમક્ષ કરી રજૂઆત

ધરમપુર શહેરમાં આવેલી મોટા ભાગની ખાનગી હોસ્પિટલોમાં કામ કરતા કર્મચારીઓ ધરમપુરના આસપાસના બહારના ગામોમાંથી આવતા હોય છે. ત્યારે આજે વહેલી સવારે દવાખાનામાં કામ કરતાં તમામ કર્મચારીઓને પોલીસે ધરમપુરમાં પ્રવેશતા પહેલાં જ પ્રવેશદ્વાર આગળ જ અટકાવી દીધા હતા. તેમને એવું પણ કહેવામાં આવ્યું હતું કે, જો આજે ધરમપુરમાં પ્રવેશ કરશો તો આગામી 14 દિવસ સુધી હોસ્પિટલમાં જ રહેવું પડશે.

મહત્વનું છે કે, ધરમપુરમાં સુરતને બાદ કરતા સારવાર માટે એક જાણીતી હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલ 24 કલાક દર્દીઓને સારવાર આપે છે. ત્યારે ધરમપુર ક્લસ્ટર કંટેનમેન્ટ ઝોનમાં તબદીલ કરવામાં આવ્યા બાદ આજે અચાનક જ વહેલી સવારે હોસ્પિટલમાં કામ કરતાં તમામ કર્મચારીઓને પોલીસે અટકાવી દીધા હતા. જેને પગલે હોસ્પિટલની કામગીરી ખોરંભે પડી હતી અને આ તમામ બાબતને લઈને ખાનગી હોસ્પિટલના દસથી વધુ ડોક્ટરોએ મામલતદાર કચેરીની મુલાકાત લીધી. તેમણે જણાવ્યું કે, જો કર્મચારીઓ હોસ્પિટલમાં નહીં આવે તો દર્દીઓની સારવારમાં મોટી મુશ્કેલી સર્જાશે જે બાબતે મામલતદાર સામે જણાવ્યું કે, જો કર્મચારીઓ હોસ્પિટલમાં કામ કરવા માંગતા હોય તો તેઓને ધરમપુરમાં જ 14 દિવસ સુધી રહેવું પડશે.

જો કે, આ બાબતે હજુ આ તમામ ખાનગી હોસ્પિટલના ડોક્ટરોએ ચોક્કસ નિર્ણય ન લેતા આગામી દિવસોમાં જો કોઈ ઇમરજન્સી સારવાર માટે દર્દી આવે તો તેવા સમયે તેઓની સારવાર ચોક્કસપણે મુશ્કેલ બને એવી પૂરે પૂરી શકયતા છે

મહત્વનું છે કે, આજે રજૂઆત કરવા મામલતદાર કચેરીએ પહોચેલા આ તમામ દસ ડૉક્ટરોએ હોસ્પિટલના તમામ સ્ટાફને 14 દિવસ હોસ્પિટલમાં રોકાશે કે કેમ તે પૂછ્યા બાદ જ આગળ નિર્ણય લેવાનું નક્કી કર્યું છે. જેથી કરીને હવે આગામી દિવસમાં હોસ્પિટલમાં સારવાર મળશે કે કેમ તે પણ એક મહત્વનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details