સમગ્ર દેશના સોશિયલ મીડિયામાં ધૂમ મચાવનાર 'મેં ભી ચોકીદાર' કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના તાલ કટોરા સ્ટેડીયમ ખાતેથી સમગ્ર દેશને એક સાથે 'મેં ભી ચોકીદાર' મુહિમ સાથે સંબોધન કરી દેશના વિવિધ ખુણાઓ અને શહેરોમાં વસવાટ કરતા લોકો સાથે વાતચીત અને પ્રશ્નોતરી કરી હતી. જેમાં આગામી ૫ વર્ષમાં તેઓ દેશને ઈકોનોમી ક્ષેત્રે અન્ય દેશની હરોળમાં લઇ જવા ઈચ્છે છે. તો સાથે સાથે એર સ્ટ્રાઈક જેવા મુદ્દાઓ સહીત મહત્વના મુદ્દે વાત કરી હતી.
વલસાડના પારડીમાં 'મેં ભી ચોકીદાર' કાર્યક્રમનું જીવંત પ્રસારણ લોકોએ નિહાળ્યું
વલસાડ: ભાજપના કાર્યકર દ્વારા પારડીના મોરારજી દેસાઈ ઓડીટોરીયમ ખાતે 'મેં ભી ચોકીદાર' કાર્યક્રમનું જીવંત પ્રસારણ યોજવામાં આવ્યું હતું. જેમાં ભાજપ પ્રમુખ સહીત અનેક કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.
સ્પોટ ફોટો
આ ઉપરાંત તેમણે દરેકને દેશવાસીઓને ખાતરી આપી કે, તેઓ આગામી ૫ વર્ષમાં બાકી રહેલા અનેક કાર્યો ખાસ કરીને ખેડૂતો પ્રત્યે વધુ મહત્વ આપીને તેમણે પગભર કરવા પ્રયાસ કરશે.
વલસાડના પારડી ખાતે આવેલા મોરારજી દેસાઈ ઓડિટોરીયમમાં યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ કનુદેસાઈ, ધારસભ્ય ધરમપુર અરવિંદ પટેલ, વલસાડ ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ભાજપના ઉમેદવાર ડૉ. કે. સી. પટેલ સહીત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.