ગુજરાત

gujarat

ETV Bharat / state

સરીગામની યુવતી લોકડાઉનમાં મધ્યપ્રદેશના મજૂર પરિવારની મદદે આવી

વલસાડ જિલ્લાના સરીગામમાં મધ્યપ્રદેશથી રોજગારી અર્થે આવેલા 50 જેટલા લોકોને લોકડાઉનમાં મદદ મળી રહે તે માટે મધ્યપ્રદેશના ધારાસભ્ય રાજેન્દ્ર શુકલાને ટ્વીટ કર્યું હતું. જે બાદ રાજેન્દ્ર શુક્લાએ વલસાડ જિલ્લાના સાંસદ અને રાજ્યપ્રધાનને ટ્વીટ કરતા આ 50 લોકો માટે સરીગામની એક યુવતી આગળ આવી છે. અસ્મિતા જોશી નામની આ યુવતીએ મધ્યપ્રદેશના આ ગરીબ કામદારોને રાશનની કીટ પહોંચાડી માનવતા મહેકાવી છે.

સરીગામમાં
સરીગામમાં

By

Published : Apr 16, 2020, 3:29 PM IST

વલસાડ: જિલ્લામાં સરીગામ ઔદ્યોગિક વસાહતમાં પેટિયું રળવા આવેલા મધ્યપ્રદેશના 50 જેટલા લોકો લોકડાઉનમાં ફસાયા હતાં. આ લોકો રેવા જિલ્લાના વતની હોવાથી રેવા જિલ્લાના ધારાસભ્ય રાજેન્દ્ર શુક્લાને ટ્વીટ કરી મદદ માગી હતી. જે ટિવટને રાજેન્દ્ર શુક્લાએ વલસાડના સાંસદ ડૉ. કે.સી. પટેલ અને ઉમરગામ-સરીગામના ધારાસભ્ય તેમજ રાજ્યપ્રધાન રમણ પાટકરને ફોરવર્ડ કરી આ લોકોને મદદ કરવા અપીલ કરી હતી.

રાજેન્દ્ર શુક્લા
જે બાદ વલસાડ જિલ્લા યુવા મોરચા IT સેલના કાર્યકરો દ્વારા સરીગામમાં કોરોમંડલ હોસ્પિટલ નજીક રોહિતવાસમાં પહોંચી તેમની આપવીતી સાંભળી હતી. આ આપવીતીની જાણ સરીગામના જાણીતી બિલ્ડર અસ્મિતા જોશીને થતા તેમણે તાત્કાલિક અનાજ-કરિયાણાની 50 કીટ તૈયાર કરી મધ્યપ્રદેશના આ ગરીબ પરિવારોમા વિતરણ કરી હતી. વલસાડ ભાજપના અગ્રણી અને બિલ્ડર અસ્મિતા જોશીની આ માનવતા બાદ રાજેન્દ્ર શુક્લાએ ટ્વીટ કરી તમામનો આભાર માન્યો હતો.ઉલ્લેખનીય છે કે, મૂળ મધ્યપ્રદેશ રાજ્યના રેવાના અને સરીગામ ઔદ્યોગિક વસાહતમાં નોકરી કરતા હનુમના મુકેશ સોંધિયાએ લોકડાઉનમાં પોતાની અને 7 જેટલા સાથી મિત્રોની કપરી પરિસ્થિતિ અંગે મધ્યપ્રદેશના ધારાસભ્ય રાજેન્દ્ર શુક્લાને ટ્વીટ કરી મદદની આશ લગાવી હતી. જે મદદ મળી જતા તમામના ચહેરા પર ખુશીની લાગણી જોવા મળી હતી.

ABOUT THE AUTHOR

...view details