વલસાડઃ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં છેલ્લા 3 દિવસથી વરસાદ(Monsoon Gujarat 2022)વરસી રહ્યો છે. સારા વરસાદને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા( Water was released from Madhuban Dam) છે. તો મધુબન ડેમના(Madhuban Dam ) 6 દરવાજા 1 મીટર સુધી ખોલી 21894 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
3 દિવસથી સતત વરસાદી માહોલ -સાર્વત્રિક વરસાદને કારણે કપરાડા-ધરમપુર તાલુકામાં કેટલાક કોઝવે( Rain In Gujarat)પર પાણી ફરી વળતા ગામલોકો મુશ્કેલીમાં મુકાયા છે. શહેરી વિસ્તારમાં પણ નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. વરસાદી પાણીએ રસ્તાના હાલ બેહાલ કરતા વાહનચાલકો ટ્રાફિક જામમાં ફસાઈ રહ્યા છે. 3 દિવસથી સતત વરસાદી માહોલ હોય જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.
પાણી દમણગંગા નદીમાં છોડ્યું -આ તરફ સારા વરસાદને કારણે મધુબન ડેમનું લેવલ 71 મીટરે પહોંચ્યું છે. જેનું રુલ જાળવવા ડેમના 6 દરવાજા 1 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. ડેમના કેચમેન્ટ એરિયામાં સતત વરસાદ વરસતો હોય 28160 ક્યુસેક નવા પાણીની આવક થઈ રહી છે. જેની સામે 6 દરવાજા ખોલી 21840 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.