વાપી નજીકના એક ગામની યુવતી અને રાહુલ સંચાણિયા નામનો યુવક બંને વલસાડની લો કોલેજમાં અભ્યાસ કરતા હતા અને એક જ ટ્રેનમાં રોજ અપડાઉન કરતા હોય બન્ને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. પરંતુ યુવકે આ બાબતે યુવતીનો ફાયદો ઉઠાવી લગ્નની લાલચ આપી હતી. તેમજ લગ્નની લાલચ આપી વારંવાર શરીર સંબંધ બાંધ્યો હતો.
લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચર્યું, છેતરાયાની જાણ થતાં ફરિયાદ નોંધાવી - police
વલસાડ: જિલ્લાની નજીક આવેલા એક ગામની યુવતીને યુવકે લગ્નની લાલચ આપી વારંવાર શરીર સંબંધ બાંધી અન્ય યુવતી સાથે લગ્ન કરી લેતા ભોગ બનેલી યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે યુવક સામે દુષ્કર્મનો ગુનો દાખલ કર્યો છે. તેમજ ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આરોપી યુવક યુવતીને અવારનવાર તિથલ ખાતે આવેલી એક હોટલના રૂમમાં લઈ જઈ લગ્નને કરવાની ખાતરી આપી વિશ્વાસમાં લઇને તેની સાથે અવારનવાર શરીર સંબંધ બાંધી પોતાની વાસના સંતોષતો હતો. પરંતુ જ્યારે આરોપી યુવકે યુવતીનો ફોન ઉઠાવવાનો બંધ કરી દેતા યુવતીને શંકા ગઈ હતી અને યુવતીએ આરોપી યુવક અંગે પુછપરછ સમગ્ર હકિકત બહાર આવી હતી. આખરે ભોગ બનેલી યુવતીએ વલસાડ પોલીસ સ્ટેશન ખાતે યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર બાબતે પોલીસે IPC કલમ 376 (2)(થ) 506 મુજબ ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.