ગુજરાત

gujarat

ETV Bharat / state

પારડીના વેલપરવા ગામે પરોઢિયે ઘર આંગણેથી દીપડાએ 5 મરઘીનો શિકાર કર્યો

પારડી તાલુકાના વેલપરવા ગામે મંગળવારે વહેલા પરોઢિયે ચાર વાગ્યાની આસપાસ ભેંસુના ફળિયામાં આવી ચડેલા દીપડાએ સુમિત્રાબેનના ઘર આંગણેથી પાંચ જેટલી મરઘીઓને પોતાનો શિકાર બનાવી હતી. આ ઘટના બની ત્યારે તમામ લોકો ઘરના ઓટલે નીંદર માણતા હતા. અચાનક ઘટના બનતા લોકો સફાળા જાગી ગયા હતા, પરંતુ કદાવર દીપડાને જોઈને કોઈની હિંમત ચાલી નહોતી.

પારડીના વેલપરવા ગામે પરોઢિયે ઘર આંગણેથી દીપડાએ 5 મરઘીને શિકાર કરતા ફફડાટ
પારડીના વેલપરવા ગામે પરોઢિયે ઘર આંગણેથી દીપડાએ 5 મરઘીને શિકાર કરતા ફફડાટ

By

Published : Aug 5, 2020, 5:05 PM IST

વલસાડઃ પારડી તાલુકાના વેલપરવા ગામે ભેંસુ ફળીયામાં વહેલી પરોઢિયે આવી ચડેલા દીપડાએ આંબાના ઝાડ ઉપર રાત્રિ દરમિયાન ડાળી ઉપર બેસેલી મરઘીને જોતા તેમને છલાંગ મારી શિકાર માટે પોતાનું મન બનાવ્યું હતું. ચાર વાગ્યે બનેલી આ ઘટનાને પગલે મરઘીઓમાં કોલાહલને પગલે ઘરના ઓટલે સુતેલા કેટલાક લોકો જાગી ગયા હતા. જો કે વરસાદને પગલે સમગ્ર રાત્રી દરમિયાન લાઇટ ન હોવાને લઈને અંધકાર હતો. જેને પગલે લોકોને પ્રથમ તો એવું લાગ્યું કે કોઈ શ્વાન દ્વારા હુમલો કરાયો હશે. પરંતુ બાદમાં જ્યારે બેટરી લાઈટ સામે પાડતા તેમની નજરમાં કદાવર દીપડો જતા દેખાયો હતો, જેને પગલે લોકોમાં ખૂબ ભયનો માહોલ ફેલાયો છે.

પારડીના વેલપરવા ગામે પરોઢિયે ઘર આંગણેથી દીપડાએ 5 મરઘીને શિકાર કરતા ફફડાટ

ભેંસુ ફળિયાના સ્થાનિક લોકોએ જણાવ્યું કે, આ અગાઉ પણ તેમના આસપાસના ફળિયામાં દીપડાએ અનેક મારણ કર્યા છે. જેથી તેઓને ડર છે. તેમના ઘર આંગણા સુધી પહોંચેલો દીપડો આગામી સમયમાં તેમના પર પણ હુમલો પણ કરી શકે તેમ છે, જેને લઇને લોકો રાત્રી દરમિયાન ઘરની બહાર પણ નીકળી શકતા નથી.

પારડીના વેલપરવા ગામે પરોઢિયે ઘર આંગણેથી દીપડાએ 5 મરઘીને શિકાર કરતા ફફડાટ

આ ઘટના બાદ જ્યારે વહેલી સવારે લોકો સુમિત્રાબેનના ઘરે જોવા આવ્યા ત્યારે દીપડાના પંજા જમીન પર પડેલા જોવા મળ્યા છે અને જેને પગલે આ સમગ્ર બાબત ફલિત થઈ શકે કે દીપડો પાંચ મરઘીનો મારણ કરીને જતો રહ્યો છે.

નોંધનીય છે કે, આ સમગ્ર બાબતે સ્થાનિક લોકોએ ગામના સરપંચને જાણ કરી છે, જે બાદ જંગલખાતાને સમગ્ર બાબતથી માહિતગાર કરાશે અને દીપડાને પકડવા માટે ગામના કેટલાક વિસ્તારમાં પાંજરું પણ મૂકવામાં આવે એવા ચક્રો ગતિમાન બન્યા છે

ABOUT THE AUTHOR

...view details