ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડમાં ઘનકચરાના નિકાલ માટે જાગૃતતા રેલી સાથે યોજનાનો પ્રારંભ - etv bharat

વલસાડઃ શહેરોની જેમ ગામડાઓનાં વિસ્તારોમાં પણ ઘન કચરાના વ્યવસ્થાપન કરવાની યોજનાની વલસાડ જિલ્લામાં શરૂઆત કરવામાં આવી છે. જેનો કપરાડા તાલુકાના મુખ્ય મથક કપરાડા ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ક્રાર્યક્રમમાં વિવિધ વિભાગના અધિકારીઓએ હાજરી આપી હતી.

valsad

By

Published : Jun 22, 2019, 11:07 PM IST


કપરાડા તાલુકા મથકે ઘન કચરાના નિકાલ માટે વ્યવસ્થપાન કરવાની યોજનાનો પ્રારંભ.ડી.ઓ દેવાંગ દેસાઈએ જન જાગૃતિ રેલીને લીલી ઝંડી આપી શરૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે, કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે વિશેષ સેગરીકેશનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

જ્યાં ગ્રામ પચાયત વિસ્તારમાંથી ઘરે ઘરેથી સંગ્રહ કરાયેલ કચરાને વાહન દ્વારા લાવી તેને અલગ કેટેગરીમાં વહેંચી નિકાલ કરાશે. ઉપરાંત વેસ્ટ માંથી બેસ્ટ અંતર્ગત વસ્તુઓ બનાવતી કંપની સાથે પણ વાતચીત થઈ છે,જેમને તેમની જરૂરિયાત મુજબનો કચરો આપવામાં આવશે અને તેનું રિસાયકલીગ કરાશે.

વલસાડમાં ઘનકચરાના નિકાલ માટે જાગૃતતા રેલી સાથે યોજનાનો પ્રારંભ

અને આવનારા સમયમાં કપરાડા ખાતે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવામાં એક યુનિટની પણ શરૂઆત કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન તાલુકા વિકાસ અધિકારી વિભૂતિબેન સેવક સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details