- 3 નવેમ્બરના રોજ વિધાનસભાની 8 બેઠકો માટે પેટા ચૂંટણી
- સુરક્ષા બંદોબસ્ત વચ્ચે 2,45,746 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે
- 44 ઝોનલ સાથે 374 બુથ પર 4,000 કર્મચારીઓ વોટિંગ મશીન સાથે રવાના
વલસાડ : 3 નવેમ્બરના રોજ વિધાનસભાની 8 બેઠકો માટે પેટા ચૂંટણી યાજાવાની છે. ત્યારે કપરાડા બેઠકમાં લઈને વહીવટી તંત્ર દ્વારા સોમવાર સંપૂર્ણપણે વિશેષ વ્યવસ્થાઓ સાથે 374 મતદાન મથકો પર સરકારી કર્મચારીઓની ટીમ સાથે વીવીપેટ મશીન રવાના કરવામાં આવ્યા છે. ત્યારે સોમવારના રોજ વહેલી સવારથી સુરક્ષા બંદોબસ્ત વચ્ચે 2,45,746 મતદારો મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારી પૂર્ણ કરવામાં આવી છે. આ સાથે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને વિશેષ તકેદારી પણ રાખવામાં આવી રહી છે.
કપરાડા પેટા ચૂંટણી
- 44 ઝોનલ ઓફિસર્સ
- 524 બેલેટ યુનિટ
- 509 કંટ્રોલ યુનિટ
- 548 વીવીપેટ મશીન
- 374 બૂથ
- 4000થી વધુ સરકારી કર્મચારી
- 2,45,746 મતદારો
4000 સરકારી કર્મચારીઓ 374 મતદાન મથકે સાંજ સુધી પહોંચી જશે
3 નવેમ્બર, મંગળવારના રોજ કપરાડા વિધાનસભાની બેઠક માટે પેટા ચૂંટણી યોજાશે. જે માટે સોમવારના રોજ વહેલી સવારથી કપરાડા મુખ્ય મથક ખાતે આવેલી અરુણોદય ઈ સ્કૂલ ખાતે રિસિવિંગ એન્ડ સ્પેસ સેન્ટર ખાતેથી 44 ઝોનલ ઓફિસર્સ સાથે 524 બેલેટ યુનિટ, 509 કંટ્રોલ યુનિટ અને 548 વીવીપેટ મશીન સાથે ૩૭૪ બુથો પર 4000થી વધુ સરકારી કર્મચારીઓ રવાના કરવામાં આવ્યા છે. 374 બુથો પર મોકલવામાં આવેલા સરકારી કર્મચારીઓ માટે 37 ST બસ તેમજ 59 મિની બસ તથા અન્ય 94માં આ તમામ 4000 સ્ટાફને વિવિધ બૂથ પર રવાના કરવામાં આવ્યા છે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.