વલસાડ લોકસભા બેઠક ઉપર યોજાયેલી લોકસભાની ચૂંટણીની મતગણતરીમાં કોંગ્રેસના ગઢ ગણવામાં આવતા આદિવાસી વિસ્તારની 4 વિધાનસભામાંથી આદિવાસી વિસ્તાર ગણવામાં આવતા આદિવાસી પટ્ટીમાંથી જંગી લીડ મળશે તેવી કોંગ્રેસી કાર્યકર્તાઓને આશા હતી. પરંતુ પરિણામ તેના કરતાં વિપરીત આવ્યું હતું અને આદિવાસી વિસ્તારમાંથી પણ લોકોએ ભાજપને બંને હાથ ખોલીને મતો આપ્યા હતા. જેના કારણે વલસાડની બેઠક ઉપર ડોક્ટર કે સી પટેલ ફરીથી રિપિટ થયા છે.
કોંગ્રસની આદિવાસી પટ્ટી પરથી ભાજપને લીડ મળતા ભગવો લહેરાયો - congress
વલસાડઃ જિલ્લામાં લોકસભા બેઠકમાં તારીખ 23ના રોજ યોજાયેલી મતગણતરી દરમિયાન કોંગ્રેસે એક તરફ આદિવાસી પટ્ટી માંથી કોંગ્રેસને જંગી લીડ મળવાની આશા વ્યક્ત કરી રહ્યા હતા. ત્યાં તેમની આ આશા ઉપર પરિણામ બહાર આવતા પાણી ફરી વળ્યું હતું અને આદિવાસી પટ્ટી માંથી 642238 જેટલી જંગી લીડ ભાજપના ફાળે આવતા તેનો સીધો ફાયદો ભાજપના ઉમેદવારને વિજય થવા માટે ખૂબ ઉપયોગી બન્યો હતો.
વાત કરીએ આદિવાસી પટ્ટી વિસ્તારમાંથી મળેલી લીડના આંકડાની તો વાંચતામાંથી ૮૩૫ની લીડ ડાંગમાંથી 13145ની લીડ ધરમપુરમાંથી 18572ની લીડ અને કોંગ્રેસી ઉમેદવાર એવા જીતુભાઈ ચૌધરી જેઓ તે વિસ્તારના ધારાસભ્ય છે. એવા કપરાડાને કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે ત્યાંથી 31 હજાર 686 જેટલી જંગી લીડ ભાજપને ફાળે ગઈ હતી. જેના કારણે ભાજપના ઉમેદવારનો વિજય નિશ્ચિત થઇ ગયો હતો. આમ આદિવાસી પટ્ટી ગણવામાં આવતા અને કોંગ્રેસનો ગઢ ગણાતા વાંસદા-ડાંગ ધરમપુર અને કપરાડા વિધાનસભા વિસ્તારમાંથી ભાજપને 64,238 પ્રાપ્ત થઇ હતી.
સાથે વલસાડ પારડી અને ઉંમરગામ વિધાનસભામાંથી પણ ભાજપને જંગી લીડ મળતા ભાજપના ઉમેદવાર ડોક્ટર કે સી પટેલ 3,53,797 જેટલી જંગી મતોની લીડથી વિજય રહ્યા હતા.