ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડમાં પણ જવેલર્સ સંચાલકના શરીરે સ્ટીલની ચમચી અને ચલણી સિક્કાઓ ચોંટી જતા આશ્ચર્ય

આજ કાલ લોકોના શરીર પર ચૂંબક શરીર પર ચોટવાની ઘટના આખા દેશમાં જોવા મળી રહી છે. વલસાડમાં પણ આવો જ કિસ્સો જોવા મળ્યો છે જ્યા એક વ્યક્તિના શરીર પર લોંખડની વસ્તુ ચોટી જાય છે.

xx
વલસાડમાં પણ જવેલર્સ સંચાલકના શરીરે સ્ટીલની ચમચી અને ચલણી સિક્કાઓ ચોંટી જતા આશ્ચર્ય

By

Published : Jun 13, 2021, 10:11 PM IST

  • વલસાડમાં પણ શરીર પર લોખંંડ ચોટી ગયું
  • રસી અને આ ઘટના સાથે કોઈ લેવા દેવા નથી
  • લોકો માટે ઘટના આશ્ચર્યનો વિષય બની

વલસાડ: મહારાષ્ટ્રના નાસિકના એક વ્યકિતના વાઈરલ વીડિયો બાદ વલસાડમાં પણ એક વ્યકિતના શરીર પર સ્ટીલના ચલણી સિક્કા અને ચમચી ચોંટી જતી હોવાનું સામે આવ્યું છે. વલસાડના નાની ખત્રીવાડમાં આવેલી જવેલર્સના સંચાલકે સવારે અખબારમાં ઘટના વાંચીને પોતાના ઉપર ચમચી અને સ્ટીલની વસ્તુઓ ચોંટે છે કે કેમ ચેક કરવા જતાં ચલણી સિક્કા અને સ્ટીલની ચમચી પણ હાથ ઉપર મુક્તની સાથે ચોંટી ગઈ હતી.

રસી સાથે કોઈ લેવા દેવા નહીં

વલસાડના મેગ્નેટ મેન સંપતસિંગ રાજપુરોહિત સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે વેક્સિન લીધા બાદ આ રીતે ચુંબકીય શક્તિ આવે એ વાત હું પણ નથી માનતો. મેં અમે મારા પાર્ટનર મહોબતસિંગ રાજપૂત અમે બંનેએ 2 જી એપ્રિલે કોરોના રસી મુકાવી છે. અને વર્ષોથી મેગ્નેટી શક્તિ શરીરમાં હોય તો આ પહેલા ધ્યાન આપ્યું ન હતું. પરંતુ જે થઈ રહ્યું છે તે સાચું છે.પરંતુ આ બધું વેકસિન ના કારણે થઈ રહ્યું હોય એવું નથી.

વલસાડમાં પણ જવેલર્સ સંચાલકના શરીરે સ્ટીલની ચમચી અને ચલણી સિક્કાઓ ચોંટી જતા આશ્ચર્ય

આ પણ વાંચો: ડાંગ જિલ્લામાં ચાલી રહેલી 'રસીકરણ ઝુંબેશ'નીઆરોગ્ય સમિતિના ચેરમેને કરી મુલાકાત

સિક્કા શરીર પર ચોટી ગયા

અખબારમાં વાંચ્યા બાદ ચેક કરવા જતાં સિક્કા અને ચમચી વાસણો શરીર ઉપર ચુંબકની જેમ ચોંટી રહ્યા હોવાનું જોવા મળ્યું હતું . મહોબતસિંગ રાજપૂતે કહ્યું હતું કે , સંપતસિંગ સાથે સવારે દુકાન ઉપર પેપર વાંચતા હતા કે રસી લીધા પછી શરીર પર લોખંડની વસ્તુ ચોંટી જાય છે . જે અંગે ચેક કરવા જતાં મારા શરીરે એકપણ સિક્કો કે ચમચી ચોંટી ન હતી . સંપતસિંગના હાથ ઉપર છુટ્ટા સિક્કા માર્યા તે પણ ચુંબક ઉપર લોખંડ ચોટયું હોય તે રીતે ચોંટી જતા આશ્ચર્ય ફેલાયું હતું . સંપતસિંગને હાથ પણ હલાવી જોયો તોપણ એકપણ સિક્કો , ચાવી કે ચમચી પડી ન હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં દિવ્યાંગો માટે અંધજન મંડળ ખાતે કોર્પોરેશનના સહયોગથી યોજાયો વેક્સીનેશન કેમ્પ

ABOUT THE AUTHOR

...view details