વલસાડ: જિલ્લામાં આવેલા નેશનલ હાઇવે નંબર-48માં ખડકી હાઇવે ઉપર બની રહેલા ઓવરબ્રિજની કામગીરી શરૂ થતાની સાથે હાઇવે ઉપરથી પસાર થતા વાહન ચાલકોને સર્વિસ રોડ ઉપર ડાયવર્ટ કરવામાં આવ્યા છે, પરંતુ ડાઇવર્ઝન ઉપર હાઇવે ઓથોરિટી દ્વારા સાઈન બોર્ડ મુકવામાં આવ્યાં નથી. જેથી રાત્રીના સમયે અહીંયા છાસવારે અકસ્માતો સર્જાય છે.
વલસાડઃ ખડકી હાઇવે પર ડાઈવર્ઝન સાઈન બોર્ડ નહીં મુકાતાં અકસ્માતમાં વધારો
વલસાડમાં આવેલા નેશનલ હાઇવે નંબર-48 પર ટ્રાફિક સમસ્યા રોકવા માટે દરેક 4 રસ્તા પર ઓવરબ્રિજનું નિર્માણ કરવા માટે તાજવીજ હાથ ધરવામાં આવી છે. જેને પગલે પારડી નજીકમાં આવેલા ખડકી ખાતે ઓવરબ્રિજની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેથી હાઇવે ઉપરથી પસાર થનારા વાહનોને સર્વિસ રોડ ઉપર ડાઈવર્ટ કરવામાં આવ્યા છે, પરંતુ ડાઈવર્ઝનનું સાઈન બોર્ડ મુકવામાં આવ્યું નથી. જેથી રાત્રીના સમયે અહીંયા અકસ્માતો સર્જાય છે.
ખડકી હાઇવે પર ડાઈવર્ઝન સાઈન બોર્ડ નહીં મુકાતાં અકસ્માતમાં વધારો
આ અંગે રોજિંદા આવતા વાહનચાલકોએ રિફલેક્ટર અને ડાયવર્ઝન માટેના સાઈન બોર્ડ મુકવા અંગે માગ કરી છે. સાઈન બોર્ડ મુકાવવાથી અહીંયા થતા અકસ્માતમાં ઘટાડો થઇ શકે છે.