ગુજરાત

gujarat

ETV Bharat / state

ETV Bharat ઇમ્પેક્ટ, વલસાડના ખોબા ગામમાં એક મહિના પછી અજવાળુ પથરાયુ

વલસાડઃ ધરમપુરથી 50 કિલોમીટર દુર મહારાષ્ટ્રની બોર્ડરની અડીને આવેલા ખોબા ગામમાં 1 મહિનાથી વિજપુરવઠો બંધ હતો. જેના કારણ ગામના લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી.આ અંગે ETV Bharatના ગ્રાઉન્ડ ઝીરો અહેવાલના પ્રત્યાઘાત પડયા હતાં. ETV Bharatના રિપોર્ટના પગલે એક મહિના પછી આ ગામમાં અજવાળુ થયુ હતું.

ETV Bharatના અહેવાલનો પડઘો, વલસાડના ખોબા ગામમાં એક મહિના પછી અજવાળુ પથરાયુ

By

Published : Jun 27, 2019, 6:27 PM IST

વલસાડાનાં ખોબા ગામના લોકો છેલ્લા એક મહિનાથી દીવાનાં અજવાળામાં રસોઈ કરતાં હતાં. વીજળી ન હોવાથી નિયમિત પાણી આવતું નહોતું. તેના લીધે ન્હાવાની, વાસણ ધોવાની, સાફ-સફાઈ સહિતની અનેક સમસ્યાઓ ઉભી થઈ હતી. રાત્રીના સમયે ઝેરી જાનવર અને જીવ-જંતુઓનો ડર પણ ગામલોકોને સતાવી રહ્યો હતો.વીજપુરવઠો અને સરકારી કેરોસીન પણ મળવાનું બંધ થઈ ગયુ છે હોવાથી લોકો અંધારા ઉલેચી રહ્યા હતાં.વારંવાર રજુઆત કરવા છતાં પણ તેમની માગ તંત્રના બહેરા કાન સુધી પહોંચતી નહોતી.

ETV Bharatના અહેવાલનો પડઘો

આ અંગે ETV Bharat છેવાડે આવેલા ખોબા ગામમાં પહોંચી લોકોની સમસ્યા જાણી હતી. ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરી ETV Bharatએ તંત્રની પોલ છતી કરી હતી. આ અહેવાલ પછી વલસાડ જિલ્લાનું વહીવટીતંત્ર સફાળુ જાગ્યુ હતું. ગુરુવારે આખરે વીજપ્રવાહ પૂર્વવત થયો હતો. મહિના પછી વિજળી આવતા આખા ગામમાં ખુશીની લહેર ફરી વળી હતી. ગ્રામજનોએ ETV Bharatનો આભાર માન્યો હતો.

ABOUT THE AUTHOR

...view details