ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીઝલના ભાવવધારા અને કોરોના મહામારીમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ વેઠી રહ્યો છે હાડમારી - the rise in diesel prices

જિલ્લામાં અને સંઘપ્રદેશમાં હાલ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ મરણ પથારીએ છે. કોરોના મહામારીમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કે એક શહેરમાંથી બીજા શહેરમાં આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડી ડૉક્ટર અને પોલીસની જેમ આ ટ્રક ડ્રાઈવર, ટ્રાન્સપોર્ટરો પણ કોરોના વોરિયર્સ બન્યા હતા. પરંતુ હવે આ વોરિયર્સને પણ અનેક મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે.

કોરોના મહામારી અને ડીઝલના ભાવવધારામાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ વેઠી રહ્યો છે હાડમારી
કોરોના મહામારી અને ડીઝલના ભાવવધારામાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ વેઠી રહ્યો છે હાડમારી

By

Published : Jul 1, 2020, 6:01 PM IST

Updated : Jul 1, 2020, 6:20 PM IST

વલસાડ : દેશની જીવાદોરી ગણાતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં કોરોના મહામારી અને ડીઝલનો વધતા ભાવે ટ્રાન્સપોર્ટરો, ટ્રક ડ્રાઇવર, કંડકટર અને મજૂરો માટે હાડમારી ઉભી કરી છે. આવશ્યક ચીજવસ્તુઓની હેરફેર સિવાય ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ 100 ટકા બંધ રહ્યો હતો. હવે ધીરેધીરે ટ્રકના પૈડા દોડતા થયા છે, પરંતુ તેમ છતાં હજુ પણ ડ્રાઇવર, કંડક્ટર અને મજૂરોનું વતન ચાલ્યા જવું અને ઉપરથી ડીઝલના સતત વધતા ભાવો આ ઉદ્યોગને મરણપથારીએ લઇ આવી રહ્યા છે.

કોરોના મહામારી અને ડીઝલના ભાવવધારામાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ વેઠી રહ્યો છે હાડમારી
વાપી અને વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો આ વિસ્તારમાં રોજની 4000 જેટલા ટ્રકમાં માલસમાનનું લોડિંગ અનલોડિંગ થતું હતું. જેની સામે હાલ માત્ર 500 ટ્રક જ ચાલે છે. તેમાં પણ જે ટ્રક માલિકોના બેન્કના લોનના હપ્તા ચાલે છે. તેઓ માટે કપરી પરિસ્થિતિ ઉભી થઇ છે.
કોરોના મહામારી અને ડીઝલના ભાવવધારામાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ વેઠી રહ્યો છે હાડમારી
હાલ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં જે સમસ્યાઓ ઉભી થઇ છે. તેમાં ધંધાની સમસ્યા તો છે જ સાથે સાથે ડિઝલનો ભાવવધારો, રોડ ટેક્સ, ટોલ ટેક્સ, ઇન્સ્યોરન્સ સહિતની અનેક સમસ્યાઓ ઉભી થઇ છે. ભાડું મળતું નથી. જો ધંધો મળતો રહે તો સરકારના ડીઝલ પરના ભાવવધારા પણ પરવડે પણ તેવું છે નહીં. સરકારે જે રાહત પેકેજ જાહેર કર્યા છે. તેમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને ફાયદાકારક જાહેરાતો પણ કરવામાં આવે તેવી માગ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની છે.ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીમાં લોકડાઉનના દિવસો દરમિયાન અન્ય સામાજિક સંસ્થાઓ, સરકારે જે લોકોને મદદ કરી છે. તેમાં અનેક રીતે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પણ સતત સહભાગી થયો હતો. કોરોના જેવી મહામારીમાં અને હાડમારીના એ દિવસોમાં ટ્રાન્સપોર્ટ ઉધોગે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારે હવે વેપારને લઈને ઉભી થયેલી મહામુશ્કેલીમાં સરકાર ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ માટે પણ મહત્વના નિર્ણયો લઈ ટ્રકના પૈડા ફરતા રાખે તે દેશની જીવાદોરી ગણાતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ માટે મહત્વનું છે. કેમ કે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે જ ગેરેજ, સ્પેરપાર્ટ્સના ધંધાર્થીઓ, માલસમાનની હેરફેર કરતા મજૂરો, ટ્રક ડ્રાઈવરો સહિત લાખો પરિવારો સંકળાયેલા છે.
Last Updated : Jul 1, 2020, 6:20 PM IST

ABOUT THE AUTHOR

...view details