વલસાડઃ જિલ્લામાં ધરમપુર અને કપરાડા વિસ્તારમાં આવેલા જંગલોની જમીનમાં ઊગેલા ખેરના લાકડાની ચોરી મોટા પાયે થાય છે. ખેરનું લાકડું મોટાભાગે ફર્નિચર બનાવવા માટે નહીં પણ તેનો ઉપયોગ ગુટકા અને પાન મસાલામાં વધુ થાય છે. તેથી એની માગ વધુ છે. કપરાડા વન વિભાગના અધિકારીને ચોક્કસ બાતમીને આધારે રોહિયાળ ગામે વોચ ગોઠવી હતી.
વલસાડઃ રૂપિયા 35,000ના ખેરના લાકડાનો ગેરકાયદેસર જથ્થો કબ્જે, આરોપીઓ ભાગમાં રહ્યા સફળ - DFO
વલસાડ જિલ્લો કુદરતી સંપતિથી સમૃદ્ધ છે. વલસાડના જંગલોમાં ખેર, સાગ, સીસમ વગેરે વૃક્ષો જોવા મળે છે. આ જંગલોમાં રહેલા ખેરના વૃક્ષોના લાકડા ચોરી કરી તેનું વેચાણ કરતા લોકો સામે વન વિભાગે કડક કાર્યવાહી કરે છે. ત્યારે રવિવારના રોજ પોલીસે 35,000 રૂપિયાના ખેરના લાકડા સાથે મારુતિ વાન અને ક્વાલીસ ગાડી જપ્ત કરી છે. જો કે, આરોપીઓને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.
આ દરમિયાન બાતમીવાળી કાર આવતા વન વિભાગના આધિકારીઓ માર્ગમાં ઊભા હતા. તેમને ચોરોએ જોઈ લેતા ક્વોલિસ કાર અને મારૂતિ વાનમાં ભરેલા લાકડા સાથે ભાગ્યા હતા અને માર્ગમાં લાકડા ખાલી કરી અને કાર મૂકી નાસી છૂટ્યા હતા.
કપરાડા તાલુકાના ટુકવાડા રાઉન્ડ ફોરેસ્ટ વિભાગના આધિકારી અનિલ રાઠવાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, તેમને પૂર્વ બાતમી મળી હતી કે, ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા ગુજરાતના ગામ રોહિયાળ જંગલ નજીકથી બે વાહનોમાં ચોરીના ખેરના લાકડાનો જથ્થો જવાનો છે. જેના આધારે રાઉન્ડ ફોરેસ્ટ ટુકવાડાના આર જે ગામિત, બીટગાર્ડ ધનેશ પરમાર તેમજ તેમના રોજમદાર મળીને કુલ 30 લોકો વોચમાં હતા. જે દરમિયાન એક મારુતિ વાન GJ 26 A 3477 અને ક્વોલિસ કાર નંબર GJ 21 A 3698માં બાતમીવાળી ગાડીઓ આવતી દેખાતા સચેત થયેલા આધિકારીઓની સામે કાર પહોંચે તે પહલા જ વન વિભાગના કર્મચારીને જોઈ બન્નેે કાર ચાલકોએ કારને રિવર્સ લઈ ઊલટી દિશામાં દોડાવી હતી. જેથી વન વિભાગના કર્મચારીની ટીમ બન્ને કારનો પીછો કર્યો હતો. જો કે, તેઓ કાર સુધી પહોંચે તે પહલા જ કારમાં સવાર લોકો નાસી જવામાં સફળ રહ્યા હતા. જ્યારે કારમાં ભરેલા 1 ઘન ફૂટના ચોરીના ખેરના લાકડાનો જથ્થો માર્ગ પર ફેંકી ગયા હતા. અંદાજીત રૂપિયા 35000ની કિંમતના લાકડાનો જથ્થો અને બે કાર વન વિભાગે કબ્જે કરી છે.