- નવરાત્રી માતાજીની આરાધનાના દિવસો છે
- આત્મકલ્યાણ માટે આ શ્રેષ્ઠ દિવસો છે
- હવન, ઉપવાસ કરી માતાજીની પૂજા કરવામાં આવે છે
વલસાડઃકોરોનાના કાળમાં કાલ મંગળવારથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. આ નવ દિવસ માત્ર નવ રાત્રી નહિ પરંતુ માતાજીની આરાધનાની નવ રાત્રી છે. માતાજીની આરાધના અનેક ભાવ, જ્ઞાન સ્ત્રોત, ધાર્મિક પરંપરા અનુસાર કરવામાં આવે છે. જે અંગે આચાર્ય રજનીકાંત જોશીએ તેનું મહત્વ અને આરાધના કઈ રીતે કરવી તે જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ 13 એપ્રિલથી નવરાત્રિની થશે શરૂઆત
સમસ્ત બ્રહ્માંડમાં માતાજીનું દૈવી સ્વરૂપ અને તેનું આધ્યાત્મિક વિજ્ઞાન સમજવું એ દરેક ભક્ત માટે જરૂરીઃ આચાર્ય
આચાર્ય રજનીકાંત જોશીએ જણાવ્યું હતું કે, સમસ્ત બ્રહ્માંડમાં માતાજીનું દૈવી સ્વરૂપ અને તેનું આધ્યાત્મિક વિજ્ઞાન સમજવું એ દરેક ભક્ત માટે જરૂરી છે. નવરાત્રી નવ દૈવી સ્વરૂપ માતાજીની આરાધનાનું પર્વ છે. જેમાં પ્રથમ દિવસે શૈલપુત્રી દૈવી સ્વરૂપની પૂજા આરાધના કરવામાં આવે છે. બીજા દિવસે બ્રહ્મચારિણી માતાજીની આરાધના કરવામાં આવે છે. ત્રીજા દિવસે ચંદ્રઘંટા દૈવી સ્વરૂપની પૂજા થાય છે. ચોથા દિવસે કુષ્માંડ દૈવી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. પાંચમા દિવસે સ્કંદમાતા, છઠ્ઠા દિવસે કાત્યાયની માતા, જ્યારે આઠમાં દિવસે મહાગૌરી માતાની પૂજા કરવામાં આવે છે. જ્યારે 9માં નોરતે સિધ્ધીદાત્રી માતાજીની પૂજા કરવામાં આવે છે.
નવ દિવસ સુધી ઘરમાં દીવો પ્રગટાવવો
આ નવે નવ દિવસ માટે માતાજીના સ્વરૂપ અલગ છે પરંતુ તેમની પૂજા-આરાધના કરવાની રીત એકસમાન છે. જેમાં નવ દિવસ સુધી ઘરમાં દીવો પ્રગટાવવો, માતાજીની સ્થાપના કરવી અને સંકલ્પ લેવો જોઈએ.