સ્વામિનારાયણ ગુરુકુળમાં સંત પૂજન સાથે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઇ - Gurupurnima
વાપીઃ ગુરુપૂર્ણિમાનું સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેરું મહત્વ હોય છે. આ દિવસે તમામ મંદિરો, શૈક્ષણિક સંસ્થાઓમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. જે અનુસંધાને શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ વાપી ખાતે ગુરૂ પૂજન સહિત વિવિધ પ્રસંગોચિત કાર્યક્રમો સથવારે ભાવપૂર્ણ ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવાયો હતો.
સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે સંત પૂજન સાથે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સલવાવ ખાતે સંસ્થાના સ્થાપક પૂજ્ય પુરાણી સ્વામી, જ્ઞાન સ્વામી, રામ સ્વામીની નિશ્રામાં આયોજિત આ કાર્યક્રમમાં બાળકો દ્વારા પ્રાર્થના ભજન શ્લોક ગુરુ મહિમા સહિતના ભવ્ય કાર્યક્રમો રજૂ કરાયા હતા. આ પ્રસંગે પુરાણી સ્વામીએ આશીર્વચન આપતા ગુરુનું મહત્ત્વ તથા મહર્ષિ વ્યાસની કથા સહિતના પ્રસંગો વર્ણવ્યા હતા. આ સાથે જ સ્વામીજીએ ગુરુપૂર્ણિમાનું વિશેષ મહત્વ સમજાવ્યું હતું.