- કિસાન સૂર્ય યોજના અંતર્ગત હવે ખેતીવાડીમાં સવારે પાંચથી રાત્રે નવ વાગ્યા દરમિયાન એટલે કે દિવસમાં વીજપુરવઠો આપવામાં આવશે
- ખેડૂતોને દિવસમાં વીજળી મળી રહે તે માટે સરકાર દ્વારા કિસાન સૂર્ય યોજના માટે 3500 કરોડની જોગવાઈ જાહેર કરી
- વલસાડ જિલ્લામાં કપરાડા નાનાપોંઢા ખાતેથી આ યોજનાનો પ્રારંભ કે.સી પટેલના હસ્તે કરાયો
વલસાડ :ખેતીવાડીમાં પિયત કરવા માટે ખેડૂતોને અગાઉ જ્યારે રાત્રી દરમિયાન વીજ પુરવઠો આપવામાં આવતો હતો તે બદલીને હવે ખેડૂતોને 24 કલાક વીજ પુરવઠો ખેતીવાડીમાં મળી રહે તેવા હેતુથી ખેતીવાડી લાઈટ માટે કિસાન સૂર્યોદય યોજનાનો સરકાર દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે.જેને અનુલક્ષી વલસાડ જિલ્લામાં 13 ફીડરોના 72 ગામોના 3643 ખેતીવિષયક જોડાણને દિવસ દરમિયાન સાતત્યપૂર્ણ વીજ પૂરવઠો પૂરો પાડવામાં આવશે. આજે આ કાર્યક્રમનો પ્રારંભ વલસાડ જિલ્લામાં પ્રધાન ગણપત વસાવાના હસ્તે થનાર હતો. પરંતુ કોઇ કારણસર આ કાર્યક્રમમાં ગણપત વસાવા ગેરહાજર રહેતા તેમના સ્થાને વલસાડ અને ડાંગ જિલ્લાના સાંસદ કે.સી પટેલના હસ્તે આ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
સરકારની કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ આ યોજના અંતર્ગત કપરાડા તાલુકાના 19 ગામમાં ખેડૂતોને તેનો સીધો લાભ મળશે
નાના હેલીપેડ ગ્રાઉન્ડ ઉપરથી કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ વલસાડ જિલ્લાના સાંસદ કે.સી પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. આ યોજનામાં કપરાડા તાલુકાના 19 જેટલા ગામોના લોકોને લાભ થશે. 19 ગામોમાં 1034 જેટલા વીજ કનેક્શનો ખેતીમાં લેવામાં આવ્યા છે. તેઓને દિવસ દરમિયાન હવે સવારે પાંચથી રાત્રે નવ વાગ્યા સુધી ખેતીવાડીમાં વીજ પુરવઠો મળી રહેશે.
સરકારની કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત વલસાડ જિલ્લાના કુલ 72 ગામોનો સમાવેશ ખેતીવાડી કનેકશન ધરાવતા કુલ 72 ગામોના ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજનાનો લાભ મળશે. જે પૈકી કપરાડા તાલુકાના 19 ગામોમાં પારડી તાલુકાના 20 ગામો ઉમરગામ તાલુકાના 9 ગામો વલસાડ તાલુકાના 12 ગામો વાપી તાલુકાના 12 ગામો મળી કુલ 72 ગામોના ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.
સરકારની કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ ગણપત વસાવાના હસ્તે આ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવનાર હતો પરંતુ તેઓ ગેરહાજર રહ્યા
કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ આજે નાનાપોંઢા હેલીપેડ ખાતેથી ગુજરાતના આદિજાતિ મહિલા અને બાળ કલ્યાણ પ્રધાન ગણપત વસાવાના હસ્તે કરવામાં આવનાર હતો. પરંતુ આજે કોઈ કારણસર તેઓ ગેરહાજર રહેતા તેમના સ્થાને આ કાર્યક્રમની બાગડોળ વલસાડ અને ડાંગના સાંસદ ડૉ. કે.સી.પટેલ સંભાળ્યો હતો. તેમણે દિપ પ્રાગટ્ય કરી કિસાન સૂર્ય યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. હવે આગામી દિવસમાં તબક્કાવાર વિવિધ તાલુકાઓમાં આ યોજનાનો પ્રારંભ કરવામાં આવશે. જેથી ખેતીવાડી કનેકશન ધરાવતા ખેડૂતોને તેનો સીધો લાભ મળી શકશે
સરકારની કિસાન સૂર્યોદય યોજનાનો વલસાડ જિલ્લાના નાનાપોંઢા ખાતેથી પ્રારંભ કાર્યક્રમ દરમિયાન કમોસમી વરસાદ પડતા વરસતા વરસાદમાં કાર્યક્રમ કરવો પડ્યો
કિસાન સૂર્ય યોજનાના પ્રારંભે આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યા બાદ અચાનક કમોસમી વરસાદ તૂટી પડયો હતો. જોકે, વરસતા વરસાદમાં બાંધેલા મંડપમાં બેસીને તમામ રાજકારણીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને વરસતા વરસાદમાં કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.કિસાન સૂર્યોદય યોજના નો આજથી પ્રારંભ થતા હવે કપરાડા તાલુકાના 19 ગામોમાં 11kv મોટી વહિયાળ ફીડર ઉપર મોટી વહિયાળ, નળી, મદની, અરણાઈ ,જોગવેલ ,ઓઝરડા ,વેરી ,ભવાડા, મેંનધા, નંદગામ ,ચાંદ વેગણ ,માંડવા, કપરાડા,ખડક વાળ,રોહિયાલ તલાટ, મનાલા, વર્ધા જામગભાણ ,બુરલા જેવા ગામોનાં ખેતીવાડી કનેકશન ધરાવતા લોકોને તેનો સીધો લાભ થાય છે. આ કાર્યક્રમ દરમિયાન આજે ડૉ. કે.સી પટેલ, ધારાસભ્ય કનુભાઇ દેસાઇ, ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી, માજી ધારાસભ્ય સહિત અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.