સરકારી શાળાના વિદ્યાર્થીઓનું ચાંદીના મેડલથી સન્માન વલસાડ: સામાન્ય રીતે ખાનગી શાળાના બાળકો જ્યારે પણ ઉચ્ચ ગુણો પ્રાપ્ત કરે છે તેવા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. તેવામાં વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે સરકારી શાળાઓના (Government school of dharampur valsad)ભણતા ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ચાંદીના મેડલ આપીને(Government school students honored silver medals) એક સામાજિક સંસ્થાએ સન્માનિત કર્યા (social organization honored by giving a silver medal)છે.
સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે એક આગવી પહેલ:ગ્રામીણ કક્ષાએ શિક્ષણનો વ્યાપ વધારવા માટે અનેક કાર્યક્રમો સરકાર દ્વારા ગણવામાં આવે છે. સરકારી શાળામાં ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓ માટે તેમને પ્રોત્સાહિત કરવા માટે ક્યાંકને ક્યાંક સરકારી તંત્ર ઉણું ઉતરી રહ્યું છે એવું જણાય છે. આ કાર્ય એક સામાજિક સંસ્થાએ કરી બતાવ્યું છે. ધરમપુર તાલુકાની 10 જેટલી ઊંડાણમાં આવેલી સરકારી શાળાને ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ચાંદીના મેડલ પ્રમાણપત્ર તેમજ રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા (Government school students honored silver medals) છે. જેથી કરીને અન્ય વિદ્યાર્થીઓને પણ તેમનાથી પ્રેરણા મળી (Government school students honored silver medals) શકે.
આ પણ વાંચોઅભિનંદન ગુજરાત ! સૂર્યમંદિર અને વડનગરનો UNESCOની વર્લ્ડ હેરિટેઝની સંભવિત યાદીમાં સમાવેશ
સામાજિક સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા:સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ નામની સંસ્થા ધરમપુર અને તેની આસપાસના વિસ્તારમાં આવેલા વિવિધ ગામોમાં શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ મહત્વનું યોગદાન આપી રહી છે. અહીંના સ્થાનિક રેઇમ્બો વોરિયર્સ નામની સંસ્થાના સહયોગથી અનેક ગામોમાં લાઇબ્રેરી બનાવવાનું કાર્ય કર્યું છે. જેથી કરીને સ્થાનિક કક્ષાના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટે છેક ધરમપુર શહેર સુધી લંબાવવું ન પડે એટલું જ નહીં સમયાંતરે રક્તની પડતી અછત પણ દૂર કરવા માટે આ સંસ્થા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરે છે. આ સંસ્થાના સહયોગથી શિક્ષણનો વ્યાપ વધુ વધે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે એવા હેતુથી સરકારી શાળાના 40 થી વધુ વિદ્યાર્થીઓને ચાંદીના મેડલો આપીને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો (Government school students honored silver medals) હતો.
માલનપાડા મોડેલ સ્કૂલ ખાતે કાર્યક્રમ યોજાયો:ધરમપુરના માલનપાડા મોડેલ સ્કૂલ ખાતે ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધરમપુર તાલુકાની આસપાસમાં આવેલી 10થી વધુ સરકારી સ્કૂલોમાં ધોરણ 10 અને ધોરણ 12 માં ઉચ્ચ ગુણાંક મેળવનારા વિદ્યાર્થીઓ માટે પ્રમાણપત્રો રોકડ પુરસ્કાર તેમજ ચાંદીના મેડલ આપીને તેમને સન્માનિત કરી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા (Government school students honored silver medals) હતા.
શિક્ષણ મજબૂત હશે તો કોઈપણ ક્ષેત્રે વિદ્યાર્થી આગળ વધી શકશે:સાકાર જીવન વિકાસ ટ્રસ્ટના સંચાલક અને અને સ્થાપક હિતેનભાઈ ભૂતાએ જણાવ્યું કે વર્તમાન સમયમાં શિક્ષણનું અનેક ગણું મહત્વ છે. જો શિક્ષણનો પાયો પાકો હશે તો અનેક તકો તેમના ચરણે સામેથી આવીને મળશે અને વિદ્યાર્થી કોઈપણ ક્ષેત્રે આગળ વધી શકશે એટલે ગ્રામીણ કક્ષાના તમામ વિદ્યાર્થીઓએ શિક્ષણને વળગી રહી ખૂબ અંતપૂર્વક મહેનત કરવાની જરૂર છે. કોઈ પણ વિદ્યાર્થીના સપના પૂર્ણ કરવા માટે શિક્ષણ જ એક એવું સાધન છે જે પોતાના સપના પૂર્ણ કરાવી શકે છે.
આ પણ વાંચોરાજકોટમાં રખડતા ઢોર મામલે તંત્રની આકરી કાર્યવાહી
વિદ્યાર્થીઓને ચાંદીના મેડલો એનાયત કરવામાં આવ્યા:ધરમપુર તાલુકાની 10 જેટલી સરકારી સ્કૂલોના 40થી વધુ વિદ્યાર્થીને માલનપાડા સ્કૂલ ખાતે આયોજિત ઇનામ વિતરણ કાર્યક્રમમાં ચાંદીના મેડલો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેમાં માલનપાડા પ્રાથમિક સ્કૂલ બોપી, હનુમંતમાળ, તુતરખેડ, જામલીયા, પિંડવળ, પેણધા, ખડકી, કોરવડ, મૂળગામ, ધામણી જેવી શાળાના 40 જેટલા વિદ્યાર્થીઓને ચાંદીના મેડલો આપીને સન્માનિત કરવામાં (Government school students honored silver medals) આવ્યા હતા.
ગ્રામીણ કક્ષાના વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહન આપીને ખૂબ ઊંચું કામ કર્યું: ધોરણ 10માં પાસ થયેલી માલનપાડા સ્કૂલની વિદ્યાર્થીની જીનલ ગાંગુડાએ જણાવ્યું કે સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ આર્થિક રીતે પગભર ન હોય એવા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપે છે. સાથે જ પ્રથમ વાર એવું બન્યું છે કે ગ્રામ્ય કક્ષાના વિદ્યાર્થીઓને ચાંદીના સિક્કા આપીને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો છે. શહેરી કક્ષાના વિદ્યાર્થીઓ તો કોઈ પણ ભોગે શિક્ષણમાં ઉચ્ચ ગુણાંક મેળવી લેતા હોય છે પરંતુ ઊંડાણના ગામોમાં અને ગ્રામીણ કક્ષામાં રહેતા વિદ્યાર્થીઓ દીવાના પ્રકાશે કે ટોર્ચ લાઈટનો ઉપયોગ કરીને મહેનત કરીને ઉચ્ચ ગુણાંક મેળવતા હોય છે. તેમ છતાં પણ સરકાર દ્વારા તેમને પ્રોત્સાહિત કરવા માટેનો અભાવ જોવા મળે છે. એક સામાજિક સંસ્થા દ્વારા કરવામાં આવેલી કામગીરી ખૂબ ઉમદા છે તેવું જણાવ્યુ(Government school students honored silver medals) હતુ.