ગુજરાત

gujarat

ETV Bharat / state

કોવિડ-19 હોસ્‍પિટલની મુલાકાત લેતા ગુજરાત મેરીટાઇમ બોર્ડના ઉપાધ્‍યક્ષ અને સીઇઓ મુકેશકુમાર

કોરોના વાઈરસને વર્લ્‍ડ હેલ્‍થ ઓર્ગેનાઇઝેશને મહામારી જાહેર કરી છે, ત્‍યારે દિન-પ્રતિદિન સંક્રમણનો વ્‍યાપ વધતો જાય છે. રાજ્‍ય સરકારે પણ અગમચેતીના ભાગરૂપે કોવિડ-19 હોસ્‍પિટલો તૈયાર કરવા દરેક જિલ્લાઓને સૂચના આપી છે.

goverment official visited covid 19 hospital
કોવિડ-19 હોસ્‍પિટલની મુલાકાત લેતા ગુજરાત મેરીટાઇમ બોર્ડના ઉપાધ્‍યક્ષ અને સીઇઓ મુકેશકુમાર

By

Published : Apr 11, 2020, 10:24 PM IST

વલસાડ : જિલ્લામાં કોરોના વાઈરસની સારવાર માટે તૈયાર કરાયેલી કોવિડ-19 આઇસોલેશન હોસ્‍પિટલ શ્રેયસ મેડિકેર સંચાલિત જનસેવા મંડળ વાપી અધિકૃત મણિબેન નાગરજી મહેતા (વલવાડા) હોસ્‍પિટલની મુલાકાત ગુજરાત મેરીટાઇમ બોર્ડના ઉપાધ્‍યક્ષ અને ચીફ એકઝીકયુટીવ ઓફિસર મુકેશકુમારે લીધી હતી.

કોવિડ-19 હોસ્‍પિટલની મુલાકાત લેતા ગુજરાત મેરીટાઇમ બોર્ડના ઉપાધ્‍યક્ષ અને સીઇઓ મુકેશકુમાર
મુકેશકુમારે તમામ આઇસોલેશન વોર્ડ (મેલ/ફીમેલ), આઇ.સી.યુ, ફાર્મસી વિભાગ, ડાયાલીસીસ વગેરે વિભાગોની મુલાકાત લઇ હોસ્‍પિટલની સવલતોની ચકાસણી કરી સંતોષ વ્‍યક્‍ત કર્યો હતો.

આ મુલાકાત વેળાએ જિલ્લા કલેક્‍ટર સી.આર.ખરસાણ, જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, હોસ્‍પિટલના મેનેજિંગ ડિરેક્‍ટર, જિલ્લા આરોગ્‍ય અધિકારી ડૉ.અનિલ પટેલ, પારડી પ્રાંત અધિકારી વગેરે સાથે બેઠક યોજી જિલ્લાની આરોગ્‍યલક્ષી બાબતો અંગે ચર્ચા-વિચારણા કરી જરૂરી સૂચનો કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details