ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ નજીક અકસ્માતમાં એક જ પરિવારના 5 લોકો બન્યા કાળનો કોળિયો

વલસાડના અતુલ નજીક શુક્રવારે બનેલી અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના 4 લોકોના મોત બાદ મોડી સાંજે અકસ્માતમાં ઇજાઓ બાદ બચી ગયેલા 9 માસના બાળકે પણ હોસ્પિટલને બિછાને દમ તોડ્યો હતો.

xc
zx

By

Published : Sep 5, 2020, 10:16 AM IST

વલસાડઃ શહેર અતુલ નજીક શુક્રવારે બનેલી અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના 4 લોકોના મોત બાદ મોડી સાંજે અકસ્માતમાં ઇજાઓ બાદ બચી ગયેલા 9 માસના બાળકે પણ હોસ્પિટલને બિછાને દમ તોડ્યો હતો. આમ એકજ પરિવારના 5 લોકો અકસ્માતમાં કાળનો કોળિયો બન્યા હતા.

અકસ્માતમાં બાળકનું મોત

ગણદેવી સુગર ફેકટરી નજીકમાં રહેતા અજય દલપત તેની પત્ની રેખા, પુત્રી કાવ્યા, નેન્સી, જેનિષ બાઇક ઉપર સવાર થઈ ખેરગામથી દમણના કાચિગામ તેના સાસરે જઈ રહ્યા જતા હતા, ત્યારે તેની બાઇકને અતુલ નજીક એક કન્ટેનર ચાલકે અડફેટે લેતા ઘટનાસ્થળે અજય, રેખા, કાવ્યા, નેન્સીના મોત થયા હતા. જ્યારે 9 માસના બાળકને 108 મારફતે વલસાડ સિવિલમાં ખસેડવામાં આવ્યું હતું. જ્યાં પગ અને ગુપ્તાંગના ભાગે થયેલી ઇજાઓ બાદ બાળકે પણ હોસ્પિટલના બિછાને દમ તોડ્યો હતો. આમ એક જ અકસ્માતમાં આખો પરિવાર કાળનો કોળિયો બન્યો હતો.

ઘટનાસ્થળે પહોંચી હતી પોલીસ

નોંધનીય છે કે, મૃતક અજય એ વસુંધારા ડેરીમાં ગુજરાત એનવાયરલમેન્ટ સર્વિસ સોસાયટી નામની એજન્સીમાં 9 માર્ચ 2018 થી જોડાયો હતો તેમજ આલીપોરમાં વસુધારા ડેરીમાં કામ કરતો હતો.

ABOUT THE AUTHOR

...view details