ઉમરગામના સરીગામ ખાતે શુક્રવારે વહેલી સવારે પરિવાર કામધંધા અર્થે બહાર ગયો હતો. ત્યારબાદ ઘરમાં શોક સર્કિટ થતાં આગ લાગી હતી. ઘરની બહાર ધૂમાડા દેખાતા આસપાસના લોકોએ આગને બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આગ કાબૂમાં ના આવતા સરીગામમા ફાયર ફાઇટરને જાણ કરવામાં આવી હતી.
સરીગામમાં ઘરમાં આગ લાગતા ઘરવખરી બળીને ખાખ - house
ઉમરગામઃ ઉમરગામના સરીગામ તાલુકામાં એક મકાનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગને પગલે ઘરમાં રહેલી તમામ ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ હતી. સરીગામના ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબૂ મેળવાયો હતો.
સ્પોટ ફોટો
ફાયર ફાઇટરની ટીમે ઘટના સ્થળે પહોંચી પાણી અને ફોમનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. પરંતુ ત્યાં સુધી આગની વિકરાળ જ્વાળાના કારણે તમામ ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ હતી.