- વાપીમાં 10 દિવસીય ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામનું આયોજન
- કોલેજમાં ઉદ્યોગ સાહસિકતા વિષયના પ્રોફેસરોને અપાય રહી છે તાલીમ
- અમદાવાદની EDII ના નિષ્ણાતો દ્વારા તાલીમનું આયોજન
વલસાડ: જિલ્લામાં નાના મોટા અનેક પ્રકારના ઉદ્યોગો ધમધમી રહ્યા છે. ત્યારે દેશનો દરેક યુવાન ઉદ્યોગ સાહસિક બને તે માટે વાપીમાં રોફેલ MBA કોલેજ ખાતે EDII દ્વારા ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. Entrepreneurship Development Institute of India (EDII) અમદાવાદ દ્વારા આયોજિત આ ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામમાં વલસાડ જિલ્લાની અલગ અલગ કોલેજના 22 જેટલા પ્રોફેસરો-શિક્ષકોને સંસ્થાના 10 જેટલા તજજ્ઞો દ્વારા વિશેષ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.
રોફેલ MBA કોલેજ ખાતે પ્રોફેસરો માટે વિશેષ વર્કશોપનું આયોજન
ઉદ્યોગસાહસિક વિકાસ સંસ્થા ભારત, અમદાવાદ દ્વારા ઉદ્યોગ સાહસિકતામાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓને ઉપયોગી માર્ગદર્શન આપી શકાય. તે માટે EDII દ્વારા વાપીની રોફેલ MBA કોલેજ ખાતે દક્ષિણ ગુજરાતની કોલેજોના પ્રોફેસરો માટે વિશેષ વર્કશોપનું આયોજન કર્યું છે. આ વર્કશોપમાં વિદ્યાર્થીઓને કેવું શિક્ષણ આપવું જોઈએ? વિદ્યાર્થીઓએ કઈ રીતે શિક્ષણ મેળવી ઉદ્યોગ ક્ષેત્રે આગળ વધવું જોઈએ તે માટે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામ તારીખ 6 થી 17 સપ્ટેમ્બર, 2021 સુધી ચાલવાનો છે. જેમાં વિવિધ કોલેજના 22 પ્રોફેસરોને વિશેષ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.
ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામનું આયોજન
વલસાડ જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતમાં નાના મોટા અનેક પ્રકારના ઉદ્યોગો ધમધમી રહ્યા છે. જ્યારે બીજી તરફ હાલમાં દેશની પ્રગતિ કરી શકે તેવા બિઝનેસ નથી. અનેક ક્ષેત્રે રોજગારીની સમસ્યા થઇ રહી છે. ત્યારે, દેશનો દરેક યુવાન ઉદ્યોગ સાહસિક બને, ઉદ્યોગ ઉભો કરવામાં જે ડર છે તે દૂર થાય, ઉદ્યોગ સ્થાપવા માટે ઉપયોગી માર્ગર્શન મળે, મેક ઇન ઈંડિયા અંતર્ગત મળતી સરકારની સહાયની જાણકારી મેળવી નોકરિયાત બનવાને બદલે નોકરીદાતા બને તેવા ઉદ્દેશ્યથી વાપીમાં રોફેલ MBA કોલેજ ખાતે EDII દ્વારા ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે.