ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીમાં 'નિસર્ગ'ની અસર, ભારે પવન સાથે વરસાદ

વાપીમાં ગુરુવારે સમી સાંજે અચાનક જ વાતાવરણમાં આવેલા પલટાને કારણે સુસવાટા મારતો પવન શરૂ થયો હતો. જેમાં બલિઠા સહિતના કેટલાક વિસ્તારોમાં વૃક્ષ પડ્યા હતાં, તો પવન સાથે વરસાદી ઝાપટાએ લોકોને ભીંજાવ્યા હતાં.

વલસાડ
વલસાડ

By

Published : Jun 4, 2020, 8:11 PM IST

વાપીઃ તાલુકામાં ગુરુવારે સમી સાંજે અચાનક જ વાતાવરણમાં આવેલા પલટાને કારણે સુસવાટા મારતો પવન શરૂ થયો હતો. જેમાં બલિઠા સહિતના કેટલાક વિસ્તારોમાં વૃક્ષો પડ્યા હતા, તો પવન સાથે વરસાદી ઝાપટાએ લોકોને ભીંજાવ્યા હતાં.

વાપીમાં 'નિસર્ગ'ની અસર, ભારે પવન સાથે વરસાદ
વાપી સહિતના પંથકમાં ગુરુવારે નિસર્ગ વાવાઝોડાની અસર વર્તાઈ હતી. સાંજના 5:30 વાગ્યા આસપાસ ભારે પવનને કારણે વીજળી ડુલ થઈ હતી અને રસ્તા પરના નબળા ઝાડ ધરાશાયી થયા હતાં. મુખ્ય માર્ગો પર જ ઝાડ પડતા વાહનોની અવરજવર ખોરંભે પડી હતી. વાવાઝોડારૂપી પવન સાથે જ વરસાદી ઝાપટા પણ વરસવાનું શરૂ થતાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં. જેમાં લોકોએ ભીંજાવાની નોબત આવી હતી. અચાનક જ આવેલા પલટાને કારણે લોકોમાં પણ ગભરાટ ફેલાયો હતો.

ABOUT THE AUTHOR

...view details