ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીમાં પેજ કમિટી કાર્ડ વિતરણ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા - વાપી નગરપાલિકાની ચૂંટણીની પૂર્વ તૈયારી

વાપીમાં આજે રવિવારે દેસાઈ સમાજના હોલમાં ભાજપના કાર્યકરો માટે પેજ કમિટીના કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 180 પારડી વિધાનસભાના 2000 જેટલા કાર્યકરોને કાર્ડ વિતરણ કરવા ઉપરાંત પેજ કમિટી કઈ રીતે ચૂંટણી જીતવા નિર્ણાયક સાબિત થશે તેના પાઠ પાટીલે શીખવ્યા હતા. તેમજ વોર્ડ નંબર 6 ના 300 જેટલા કોંગ્રેસી મુસ્લિમ કાર્યકરો ભાજપમાં જોડાયા હતાં.

વાપીમાં પેજ કમિટી કાર્ડ વિતરણ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા
વાપીમાં પેજ કમિટી કાર્ડ વિતરણ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા

By

Published : Oct 24, 2021, 7:47 PM IST

  • વાપીમાં ભાજપના કાર્યકરો માટે પેજ કમિટીના કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો
  • વોર્ડ નંબર 6 ના 300 જેટલા કોંગ્રેસી મુસ્લિમ કાર્યકરો ભાજપમાં જોડાયા
  • વિધાનસભાના 2000 જેટલા કાર્યકરોને કાર્ડ વિતરણ કરવામાં આવ્યું

વાપી: વાપીમાં દેસાઈ સમાજ હોલમાં ભાજપના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, કેબિનેટ પ્રધાન કનું દેસાઈની ઉપસ્થિતિમાં 180-પારડી વિધાનસભાના કાર્યકરોને પેજ કમિટીના કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સી.આર. પાટીલે પેજ કમિટી કઈ રીતે ચૂંટણી જીતવામાં મહત્વનું માધ્યમ છે તે અંગે સમજાવ્યું હતું. પેજ કમિટીમાં ઉપસ્થિત 2 હજાર જેટલા કાર્યકરોને પેજ કમિટીના કાર્ડ વિતરણ કરવામાં આવ્યાં હતો. કાર્યક્રમમાં વોર્ડ નંબર 6 ના 300 જેટલા કોંગ્રેસી મુસ્લિમ કાર્યકરો ભાજપમાં જોડાયા હતાં.

વાપીમાં પેજ કમિટી કાર્ડ વિતરણ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા

વાપી નગરપાલિકાની ચૂંટણીની પૂર્વ તૈયારી

સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ડિસેમ્બરમાં યોજાનાર વાપી નગરપાલિકાની ચૂંટણીની સંપૂર્ણ તૈયારી ભાજપના કાર્યકર્તાઓએ કરી લીધી છે અને આ ચૂંટણીમાં તમામ વોર્ડમાં જીત મેળવશે તેવો વિશ્વાસ પણ તેમને વ્યક્ત કર્યો હતો.

કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા

પેજ કમિટી સંમેલન અને કાર્ડ વિતરણ કાર્યક્રમમાં વાપી નગરપાલિકાના વોર્ડ નંબર 6 માંથી 300 જેટલા કોંગ્રેસી મુસ્લિમ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. જેમને સી.આર. પાટીલ, કનુદેસાઈ, જીતુ ચૌધરી અને સાંસદ કે.સી. પટેલ સહિતના આગેવાનોએ ખેસ પહેરાવી ભાજપમાં સામેલ કર્યા હતાં.

આ પણ વાંચો :Impact Of Coal Shortage: ખેતીમાં વિજ કાપ મૂકાતાં ખેડૂતો રોષે ભરાયા

આ પણ વાંચો : સાબરમતી આશ્રમના રી-ડેવલપમેન્ટ સામે ગાંધીવાદીઓએ કર્યો વિરોધ, જાણો શું બાબત...

ABOUT THE AUTHOR

...view details