વલસાડ :વલસાડ જિલ્લાને રેડ એલર્ટ જાહેર (Red Alert in Valsad) કરવામાં આવ્યો છે, ત્યારે જિલ્લા કલેકટરે વહીવટી તંત્રની સંપૂર્ણ કામગીરીની માહિતી આપી હતી. વહીવટી તંત્ર કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે સજ્જ હોવાનું જણાવ્યું હતું. જિલ્લામાં નદીઓમાં આવેલા પુરને પગલે 77 માર્ગો 8 કલાક સુધી બંધ રહ્યા હતા. તેમજ સાફ સફાઈને લઈને કામગીરી અંગે તમામ કાર્ય વિશે માહિતી આપી હતી.
ઉપરવાસમાં વરસાદ ઓછો - વલસાડ જિલ્લાને ત્રણ દિવસ (monsoon 2022 in gujarat) માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે ગઇકાલે સાંજથી વરસાદનું જોર ધીમું થયું છે. તેમજ ઉપરવાસમાં વરસાદ ઓછો થવાથી હાલ તો વહીવટી તંત્ર અને પ્રજાએ રાહતનો શ્વાસ લીધો છે. તેમજ હજુ ત્રણ દિવસ રેડ એલર્ટ છે ને વહીવટી તંત્ર કોઈ સ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે. ઔરંગા નદીના પાણી ફરી વળતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. કલેકટર ક્ષિપ્રા આગ્રે લોકોને જાહેર અનુરોધ કર્યો છે કે, વહીવટી તંત્ર જયારે પણ તમને સલામત સ્થળે ખસેડવા માટે તમારા દરવાજે આવે ત્યારે તેમને સહયોગ આપવા જણાવ્યું હતું.
નુકશાની અંગે કામગીરી -વલસાડમાં ઔરંગા નદીના પાણી ઓસર્યા છે. તેમજ વરસાદનું જોર ઘટી જતાં હવે વહીવટી તંત્ર દ્વારા નુકશાની અંગે સર્વે કામગીરી માટે દરેક ગામોમાં જ્યાં વરસાદી પાણી ભરાયા હતા, ત્યાં સર્વે કામગીરી શરૂ કરવામાં (Operation of Valsad system) આવી છે. વિવિધ ટીમો દરેક ગામોમાં પહોંચની કામગીરી હાથ ધરી છે. 48 કલાકમાં સર્વે પૂર્ણ થઇ ગયા બાદ હવે નુકશાની ભોગવનારને કેશડોલ આપવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેવું કલેક્ટરે જણાવ્યું હતું.
આ પણ વાંચો :વલસાડમાં ભારે વરસાદમાં લોકોનું સ્થળાંતર કર્યા બાદ સર્વે કામગીરી હાથ ધરવામાં આવી