- ધરમપુરના બોર્ડરના ગામોમાં પીવાના પાણીની સમસ્યાઓનો પ્રારંભ
- ગામોની મહિલાઓને દોઢ કિ.મી. ચાલીને કૂવા સુધી જવું પડે છે
- કૂવો સુકાઈ જતા ઝરણાંમાં એકત્ર થયેલા પાણી લેવા કલાકો સુધી બેસી રહેવાની ફરજ પડે છે
- ગયા વર્ષે ટેન્કરો ચાલુ થયા હતા, પરંતુ આ વર્ષે ટેન્કરો શરૂ નથી થયા
- એપ્રિલ માસ પૂર્ણ થતા જ ધરમપુરના બોર્ડરના ગામોમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે
વલસાડ:એપ્રિલની 15 તારીખ પૂર્ણ થયા બાદ ધરમપુરના મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલા વિવિધ ગામોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે. કારણ કે અહીં કૂવાના સ્તર નીચે ઉતરી જતા હોય છે. જેના કારણે ગામમાં આવેલા કૂવાઓના પાણી ખૂબ નીચે ઉતરી જાય છે અને તળીયે બેસી જતા હોય છે. જેથી કરી એકમાત્ર નાનકડું ઝરણું માત્ર એક વાટકી ભરાય એટલા ખાડા સુધીનું પાણીમાંથી મહિલાઓને પાણી ભરવાની ફરજ પડે છે અને એ ખાડો ભરાય ત્યાં સુધી મહિલાઓએ કૂવા ઉપર બેસી રહેવાની ફરજ પડે છે એટલે કે એક બેડું પાણી ભરાય ત્યાં સુધી મહિલાઓએ એક કલાક સુધીનો સમય ઉપર કાઢવો પડે છે. આમ એપ્રિલ 15 તારીખ પૂર્ણ થતાની સાથે જ વિવિધ કૂવાઓના પાણીના સ્તર સુકાઈ જાય છે.
આ પણ વાંચો: પીવાનું પાણી દૂષિત આવતા સ્થાનિકોમાં રોષ
ધરમપુર તાલુકાના વિવિધ ગામોમાં પાણીની ગંભીર સમસ્યા ઉદ્ભવે છે
ધરમપુર તાલુકાના બોર્ડરના ગામોમાં આવેલા ગળી બિલધા, મુરદડ, વણખાસ જેવા અનેક ગામોમાં પીવાના પાણીની સમસ્યા ઉદ્ભવે છે. અનેક જગ્યા ઉપર હેન્ડ પંપ કરવામાં આવ્યા છે, પરંતુ આ તમામ હેન્ડ પંપ ગયા છે. કારણ કે કેટલીક જગ્યાઓ પર જળ સ્તર ખૂબ ઊંડા ઊતરી જતાં અહીં આગળ 300 ફૂટ જેટલા હેન્ડ પંપ ખોદવા છતાં પાણીનું સ્તર લાગતું નથી. જેના કારણે બોર બધા ફેલ જાય છે.
પાણીનો એક સ્ત્રોત માત્ર કૂવો
અહીં પીવાના પાણીનો એક સ્ત્રોત માત્ર કૂવો હોય છે અને એ કૂવા પણ એપ્રિલના 15 તારીખ બાદ પાણીના જળસ્તર નીચે સુધી ઉતરી જતા સુકાઈ જતા હોય છે. જેથી એક જ કૂવા ઉપર તમામ ફળિયાની મહિલાઓ એકત્ર થઈ જતી હોય છે અને વારાફરથી પીવાનું પાણી ભરતી હોય છે. પાણીનું જળ સ્તર ખૂબ ઓછું હોવાથી એક બેડું ભરવા માટે મહિલાઓને અડધો કલાક જેટલો સમય વીતી જતો હોય છે.